ગુજરાત
News of Tuesday, 19th November 2019

નયારા એનર્જીએ છોટા ઉદેપુરમાં એસ્સાર પેટ્રોલ પંપ આઉટલેટમાં વડાપ્રધાન જન ઔષધિ કેન્દ્રને ખુલ્લું મુકયું

પ૦ હજારથી વધુની વસતિને પરવડી શકે એવા આરોગ્ય સંભાળ ઉત્પાદનોને પ્રદાન કરવાનો ઉદેશ્ય

જામનગર તા. ૧૯ :.. ગુજરાતમાં જાહેર આરોગ્ય સુધારણામાં પોતાની કટિબધ્ધતાને પુનરાવર્તિત કરતાં ન્યારા એનર્જીએ આજે ગુજરાતના છોટા ઉદેપુરમાં વડાપ્રધાન જન ઔષધિ કેન્દ્રમાં ભાગીદારી જાહેર કરી છે. નયારા એનર્જી અને ભારત સરકારની મુખ્ય યોજના વચ્ચે સહકાર આપવાનું આ પ્રકારનું જોડાણ સૌ પ્રથમ વખત થયું છે જે વહેંચાયેલા મુલ્યનું નિર્માણ કરવા માટે આંકલન કરવાનું  એક નવું કેન્દ્રબિંદુ સુયોજિત કરે છે.

નયારા એનર્જીના એસ્સાર પેટ્રોલ પંપ નસવાડી પેટ્રોલિયમ પર ખુલ્લા મુકાયેલા જન ઔષધિ કેન્દ્રમાંથી જીએમપી પ્રમાણીત જેનરિક દવાઓ રાહત ભાવે આ વિસ્તારની પ૦ હજારથી વધુની વસતિને મળી રહેશે.

એક અંદાજ મુજબ ભારતમાં દવાઓની ઉંચી કિંમતને કારણે ભારતમાં બે મિલીયનથી વધુ લોકો ગરીબીની રેખાથી નીચે જાય છે. નયારા એનર્જી ભારતના અલગ અલગ પ્રદેશોમાં રહેલા પ૪૦૦ થી વધુ રીટેલ આઉટલેટસનું સંચાલન કરે છે અને સામાન્ય પ્રજાને પરવડે એવી આરોગ્ય સંભાળ ઉપલબ્ધ બનાવવા માટે આ યોજનાને વધુ આગળ ધપાવવાનો ઉદેશ્ય ધરાવે છે.

(1:16 pm IST)