ગુજરાત
News of Tuesday, 19th November 2019

બનાસકાંઠાના ભીલડીમાં ડિપ્થેરિયાએ આતંક મચાવ્યો :જિલ્લામાં આઠ બાળકોનો લીધો ભોગ

જિલ્લામાં ધાનેરા, લાખણી બાદ ભીલડીમાં ડિપ્થેરિયાનો પગપેસારો

બનાસકાંઠા જીલ્લાના ભીલડીમાં ડિપ્થેરિયા રોગનો ભરડો જોવા મળ્યો છે અને ત્રણ બાળકો આ રોગના ભરડાનો શિકાર બન્યા છે. જિલ્લામાં ધાનેરા લાખણી બાદ ભીલડીમાં પણ હવે ડિપ્થેરિયાનો આતંક જોવા મળી રહ્યો છે.

   ભીલડીમાં ડિપ્થેરિયા રોગએ  ભરડો લીધો છે ત્રણ બાળકો ડિપ્થેરિયા માં સપડાયા છે જેમાં  વિષ્ણુ ઠાકોર (ઉ.વ.૬ )નામક કિશોર અમદાવાદ ખસેડાયો છે  અંકિત ઠાકોર (ઉ.વ.૧૨ )પાલનપુર સારવાર હેઠળ જ્યારે પૂજા ઠાકોર (ઉ.વ.૭ )ડીસા સિવિલમાં સારવાર હેઠળ છે

   બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા, લાખણી બાદ ભીલડીમાં ડિપ્થેરિયાનો પગપેસારો થયો છે  અત્યાર સુધી આઠ થી વધુ બાળકોના ડિપ્થેરિયાથી મોત થયા છે  આરોગ્યવિભાગે સર્વે અને તપાસ હાથ ધરી છે

(1:13 pm IST)