ગુજરાત
News of Tuesday, 19th November 2019

લાખણીમાં પ્રાઈવેટ લેબોરેટરીઓ વિવાદમાં: ત્રણ પ્રાઇવેટ લેબોરેટરીએ એક જ વ્યક્તિના અલગ અલગ રીપોર્ટ દીધા

અરજદારે આરોગ્ય આધિકારીને આ મામલે રજૂઆત કરી.

બનાસકાંઠાના લાખણીમાં આવેલ પ્રાઈવેટ લેબોરેટરીઓ વિવાદમાં આવી છે. વિવાદ પાછળનું કારણ એ છે કે લાખણીમાં આવેલી ત્રણ પ્રાઈવેટ લેબોરેટરીએ એક જ વ્યક્તિના રીપોર્ટ અલગ અલગ આપ્યા છે.જેથી અરજદારે આરોગ્ય આધિકારીને આ મામલે રજૂઆત કરી છે

  લાખણીની શ્રીજી તેમજ સુર્ય નામની લેબોરેટરી ઓએ તપાસ કરાવેલ રીપોર્ટ નેગેટિવ આપ્યા ત્યારે કષ્ટભંજન નામની લેબોરેટરીએ રિપોર્ટ પોઝિટિવ આપ્યો.હતો  તાવ આવતા રીપોર્ટ કરાવ્યા હતા જેમાં ટાઈફોડ હોવાનો રિપોર્ટ..આપ્યો હતો 

  એકજ સમય કરાવેલ રીપોર્ટ અલગ અલગ આવતા આવી લેબોરેટરી સામે અનેક સવાલ ઉભા થાય છ

(1:09 pm IST)