ગુજરાત
News of Tuesday, 19th November 2019

મોડાસા યાર્ડમાં કપાસ વેચવા આવેલાં ખેડૂતોને વધુ એક ફટકો :કપાસનાં ભાવમાં ઘટાડો કરતા નારાજગી

કપાસની આવક વધતા ભાવ 200 રૂપિયા ઘટીને ખુલ્યા : ખેડૂતોમાં નિરાશા

અરવલ્લીના મોડાસા માર્કેટયાર્ડમાં કપાસ વેચવા આવેલા ખેડૂતોને વધુ એક ફટકો પડ્યો છે. કમોસમી વરસાદ બાદ કપાસના ભાવ ઘટતા ખેડૂતોમા કચવાટની લાગણી ફેલાઈ છે

   ખેડૂતોને કપાસના વેચાણ પર શરૂઆતના ભાવ કરતા રૂપિયા 200 ઓછા આપવામાં આવતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહ્યા છે.

   કપાસની આવક વધતા ભાવ એક હજારની જગ્યાએ 800 રૂપિયા સાથે ખુલતા ખેડૂતો નિરાશ થયા છે. જોકે તેમ છતાં યાર્ડમાં ખેડૂતોનો ધસારો પણ યથાવત જોવા મળ્યો હતો.

(1:04 pm IST)