ગુજરાત
News of Tuesday, 19th November 2019

એરંડાના પાકમાં ઈયળોનો ઉપદ્રવ : શંકરભાઇ ચૌધરીએ લીધી વાવ,ભાભર અને સુઈગામના ખેડૂતોની મુલાકાત

ખેડૂતોના ખેતરનું તેમણે જાતે નિરીક્ષણ કર્યું

વાવ : કમોસમી વરસાદને કારણે આ વર્ષે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વાવના પૂર્વ ધારસભ્ય અને રાજ્યના પૂર્વમંત્રી શંકરભાઈ ચૌધરીએ વાવ ભાભર અને સુઈગામ તાલુકાના ખેડૂતો સાથે મુલાકાત લીધી. હતી જેમા તેમણે તેમણે જોયું કે વરસાદના કારણે એરંડાના પાકમાં ઈયળોનો ઉપદ્રવ થયો છે અને ઈયળોને કારણે તે પાક નષ્ટના આરે હતો.પરિણામે સરહદી વિસ્તારના ખેડૂતોના ખેતરનું તેમણે જાતે નિરીક્ષણ કર્યું હતું 

(12:01 pm IST)