ગુજરાત
News of Tuesday, 19th November 2019

ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓ દેશની સમસ્યાઓ ઉકેલવાની દિશામાં સંશોધન કરેઃ ભૂપેન્દ્રસિંહ

આઇ.આઇ.ટી. રામ ખાતે પદવીદાન સમારોહમાં અનુરોધ

અમદાવાદની આઇ.આઇ.ટી. રામનો પદવીદાન પ્રસંગે શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ટાટા ઈન્સ્ટીટ્યુટના શ્રી સંદિપ ત્રિવેદી, સંસ્થાના ચેરમેન શ્રી સુધીર મહેતા, રજીસ્ટ્રાર ડો. એન.એન.ભૂપતાણી, ડીરેકટર જનરલ ડો. શિવાપ્રસાદ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ તા. ૧૯: રાજ્યના શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ઈજનેરી જેવા ઉચ્ચ ક્ષેત્રના વિદ્યાર્થીઓને દેશ માટે પડકારરૂપ સમસ્યાઓના નિવારણની દિશામાં સંશોધનમાં આગળ વધવા અનુરોધ કર્યા છે. તેમણે અમદાવાદના મણિનગરની સુપ્રસિધ્ધ સંસ્થા  ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ફ્રાસ્ટ્રકચર ટેકનોલોજી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ (આઇ.આઇ.ટી. રામ)ના તૃતીય પદવીદાન સમારોહમાં સંબોધન કર્યુ હતુ.

શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, અને અતિથિ વિશેક્ષકશ્રી સંદીપ ત્રિવેદી, ડાયરેકટર, ટાટા ઈન્સ્ટિટ્યુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચની ઉપસ્થિતીમાં ઈન્સ્ટ્યિુટ ઓફ ઈન્ફ્રાસ્ટ્રકચર ટેકનોલોજી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ, અમદાવાદનો તૃતિય પદવીદાન સમારંભ આયોજીત કરવામાં આવેલ હતો. સમારંભમાં સંસ્થાના બોર્ડ ઓફ ગવર્નન્સના ચેરમેનશ્રી સુધીર મહેતા ઉપરાંત બોર્ડ ઓફ ગર્વનર્સ અને એકેડમીક કાઉન્સીલના સભ્યો તથા ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેલ હતા.

સિવિલ, ઈલેકટ્રીકલ અને મિકેનીકલ  ઈજનેરી વિદ્યાશાખાની બી.ટેકની તૃતીય બેચના સિવિલ ઈજનેરીના ૩૯, ઈલેકટ્રીકલ ઈજનેરીના ૩૯ અને મિકેનીકલ ઈજનેરી ૪૯ એમ કુલ ૧૨૭ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ હતા. તથા સંસ્થાના અનુસ્નાતક એમ.ટેક.ની તૃતીય બેંચના ૨૩ વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પદવી એનાયત કરવામાં આવેલ હતી.

ચેરમેન શ્રી સુધીર મહેતાએ સંસ્થાના છેલ્લા વર્ષના પ્રગતિ અહેવાલની છણાંવટ કરી સંસ્થા દ્વારા પ્રાપ્ત કરવામાં વિવિધ એવોર્ડ તથા સંસ્થા દ્વારા કરવામાં આવેલા દેશ - વિદેશની  યુનિવર્સિટી સાથેના શૈક્ષણીક કરારો વિષે માહિતી પ્રદાન કરી વિદ્યાર્થીઓને પ્રેરક ઉદબોદ્ધન કર્યુ હતુ. અતિથી વિશેષ શ્રી સંદીપ ત્રિવેદી, ડાયરેકટર, ટીઆઇએફઆર મુંબઇએ ડિગ્રી મેળવનાર દરેક વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી અને તેમને સુંદર શિક્ષણ મળ્યુ છે. તેથી આપ સૌના સપના સાકાર થશે તેમ જણાવ્યુ હતુ. વધુમાં ૧૯૬૦ ડિજીટલ કોમ્પ્યુટર એક અનોખી જ બાબત હતી. ત્યારે શ્રી વિક્રમભાઇ સારાભાાઇએ તે  સમયે વિશ્વમાં પ્રચલિત તમામ ડિજીટલ કોમ્પ્યુટર જેવુ જ કોમ્પ્યુટર ભારતમાં નિર્માણ કરેલ હતુ. તેમ ઉદાહરણ દ્વારા તેમણે સમજાવ્યુ  કે  જો કાર્ય કરવાની લગન હોય તો, ટાંચા સાધનોથી પણ સુંદર અને અત્યાધુનિક સાધનોનું નિર્માણ થઇ શકે છે. તેઓએ આયુષ્માન ભારત અને તેની સંભવિત અસરો અને ઉપયોગિતા વિશે માહિતીગાર કર્યા હતા. અંતમાં મુખ્ય મહેમાન શ્રી ભુપેન્દ્રસિંહજી  ચુડાસમા એ યુવાઓ માટે સ્કાય ઈઝ ધ લીમીટ તેમ જણાવી આપી હાલની વૈશ્વિક તેમજ રાષ્ટ્રીય સમસ્યાઓ જેવી કે, ગ્લોબલ વોર્મિંગ, ટ્રાફિક સમસ્યા, ભૂંકપપ્રુફ બાંધકામ, ફલાયઓવરોનું નિર્માણ, પ્લાસ્ટિક મુકત વાતાવરણ વગેરેના નિવારણ અર્થે સંશોધનો  કરવા જણાવ્યુ હતુ. જે પરિશ્રમ કરે છે  તેને ફળ અવશ્ય મળે જ છે. ટોકયોમાં જોવા મળતી આધુનિક પરિવહન સુવિધાઓ જેવી સુવિધાઓ દેશમાં ઉપલબ્ધ થાય તે માટે પ્રેરણા પાઠવેલ હતી. પહેલાના સમયમાં આટલી અત્યાધુનિક સાધન સમાગ્રી ધરાવતી  સંસ્થાઓ ઉપલબ્ધ ન હતી, પરંતુ હાલમાં આઇઆઇઆરએમ  જેવી સંસ્થાઓ અત્યાધુનિક ઉપકરણો ધરાવે છે અને તેના થકી શિક્ષણ કાર્ય કરે છે. તેવુ શિક્ષણ મેળવીને તેઓએ વિદ્યાર્થીઓએ દેશ અને દુનિયાની વિવિધ સમસ્યાઓના નિવારણ માટે કાર્ય કરવા  જણાવેલ હતુ. સમગ્ર દેશમાં ૬૫% જેટલા લોકોની સરેરાશ ઉમર ૩૫ વર્ષ છે. એટલે કે દેશ યુવાન છે અને તેણે ધ્યાને રાખીને જ દેશમાં સ્ટાર્ટ-અપ, મેક ઈન ઈન્ડિયા, સ્ટેન્ડ અપ, ઈનોવેશન વગેરે કાર્યક્રમો શરૂ કરવામાં આવેલ છે.

આઇ.આઇ.ટી. રામની વિશેષતાઓ

* સંસ્થા ખાતે શૈક્ષણિક કામગીરી શરૂઆત વર્ષ ૨૦૧૩થી

* હાલના અભ્યાસક્રમોઃ B.TECH. (CIVIL, ELECTRICAL,MECHANICAL), અને PH.D. (ENGINEERING, SCIENCE, HUMANITIES & SOCIAL SCIENCE)

*સંસ્થા ખાતે હાલમાં કાર્યરત ફેકલ્ટીઃ ૫૦ (IIT અને NITજેવી પ્રખ્યાત સંસ્થાઓામાં પીએચ.ડી. ડિગ્રી)

* સંસ્થાકીય ધ્યાનાકર્ષક બાબતોઃ ગુજરાત સરકારનું સેન્ટર ઓફ એકસલન્સ, ઈ-યંત્ર લેબોરેટરી, ફુલ્લી ઓટોમેટેડ લાઇબ્રેરી, લેટેસ્ટ કોમ્પ્યુટર ધરાવતા કોમ્પ્યુટર સેન્ટર, અત્યાધુનિક લેબોરેટરીઓ, સ્માર્ટ કલાસ રૂમ્સ, વાઇફાઇ કેમ્પસ

*પ્લેસમેન્ટ ઈચ્છુક ૮૫%થી વધુ વિદ્યાર્થીઓનુ પ્લેસમેન્ટ અને અન્ય વિદ્યાર્થીઓ દ્વારા આગળ અભ્યાસની પસંદગી અથવા એન્ટરપ્રિન્યોરશીપની શરૂઆત

(11:44 am IST)