ગુજરાત
News of Tuesday, 19th November 2019

અમદાવાદમાં પ્રદુષણ ભયજનક સપાટીએ પોલ્યુશન આંક ૨૯૩

રજકણો અને ધુમ્મસનું પ્રમાણ સતત વધી રહ્યું છે

અમદાવાદ,તા.૧૯: અમદાવાદમાં હવા પ્રદૂષણની સમસ્યા બની વિકટ બનતી જઇ રહી છે. રજકણો અને ધુમ્મસનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ત્યારે શહેરમાં દ્યણી જગ્યા પ્રદુષણનો આંખ ૩૦૦ને  અડુ અડુ થઈ રહ્યો છે. રખિયાલમાં તો AQI ૨૯૩ પર પહોંચી ગયો છે. જે ખરેકર ભયજનક છે.

અમદાવાદમાં  ઠંડીની શરૂઆત થતા જ પ્રદષુણમાં વધારો થયો છે. વાતાવરણમાં ધુમ્મસનું પ્રમાણ વધ્યુ છે જેને પગલે અમદાવાદના અનેક વિસ્તારમાં હવા ઝેરી બની છે. એરપોર્ટ, રખિયાલ, ચાંદખેડ, બોપલ,  અને પીરાણામાં પ્રદુષણનુ પ્રમાણ ખુબ વધ્યુ છે.

અમદાવાદના અનેક વિસ્તારમાં એર કવોલિટી ખરાબ છે. એરપોર્ટ, રખિયાલ, ચાંદખેડામાં હવા પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. જયારે બોપલ અને પીરાણામાં પણ હવાનું પ્રદૂષણ વધતું જોવા મળ્યું છે. રખિયાલમાં હવાનું પ્રદૂષણ સૌથી વધુ છે. રખિયાલમાં એર કવોલિટી ઇન્ડેકશ ૨૯૩ છે. જયારે બોપલમાં ૨૭૫ AQI તો પીરાણા ૨૬૨ AQI  જયારે નવરંગપુરામાં ૧૩૯ અને સેટેલાઇટમાં ૧૫૯ AQI છે. જયારે ચાંદખેડામાં ૧૬૮ AQI અને એરપોર્ટ ખાતે ૨૪૦ એર કવોલિટી ઇન્ડેકશ છે. એટલે હાલ હવાનું પ્રદૂષણ સતત વધી રહ્યું છે.

(11:41 am IST)