ગુજરાત
News of Tuesday, 19th November 2019

સુરતની સ્વાતિ જાનીએ મિસિસ ઇન્ડિયા યુનિવર્સનો ખિતાબ જીત્યો

 

 

સુરત:  દિલ્લી ખાતે મિસિસ ઇન્ડિયા યુનિવર્સનું આયોજન થયેલ હતું. જેમાં સુરતનાં સ્વાતિ જાની મિસિસ ઇન્ડિયા યુનિવર્સ બનતા ગુજરાતીઓનું નામ રોશન કર્યું છે. સ્વાતિ જાનીએ પરિવાર અને સુરતનું નામ રોશન કર્યું છે.

  પહેલા સુરતના સ્વાતિ જાનીને બેંગ્લોર ખાતે ઇન્ડિયા લીડરશિપ-2019 એવોર્ડ સમારોહમાં 'મોસ્ટ એન્ટરપ્રાઇઝિંગ વુમન ફોર ફેશન વિયર એન્ડ એસેસરીઝ ઇન સુરત' માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો. ઉપરાંત પહેલાં સ્વાતિએ મિસિસ યુનાઇટેડ ઇન્ડિયા-2019નો ખિતાબ પણ જીત્યો હતો. સિવાય મિસિસ ફોટોજેનિક ઓફ ગેલેક્સી ક્વીન ઓફ ઇન્ડિયાનો ખિતાબ પણ મળ્યો છે..

  પહેલા સ્વાતિને મિસિસ બ્યુટીફુલ સ્માઇલ યુનાઇટેડ ઇન્ડિયા અને મિસિસ ટેલેન્ટેડ યુનાઇટેડ ઇન્ડિયાનો એવોર્ડ પણ મળ્યો હતો. સ્વાતિ સુરત શહેરની અનેક સામાજિક સંસ્થાઓમાં પણ પોતાની સેવા આપે છે.

(12:28 am IST)