ગુજરાત
News of Monday, 19th November 2018

વસોના પીજ-ટુંડેલ નજીક ફાટક પાસેથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા તપાસ શરૂ

વસો: તાલુકાના પીજ-ટુંડેલ ફાટક પાસેથી આજે બપોરે ૩૫ થી ૪૦ વર્ષની ઉંમરના એક અજાણ્યો યુવાનની લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં જ વસો પોલીસ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને લાશનો કબ્જો લઈને પીએમ માટે સરકારી હોસ્પીટલ ખાતે મોકલી આપી હતી. પ્રાથમિક તપાસમાં ભીક્ષુક જેવા લાગતા યુવાનનું કુદરતી રીતે મોત નીપજ્યાનું ખુલવા પામ્યું છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તેના વાલીવારસોની શોધખોળ હાથ ઘરી છે. 

(5:12 pm IST)