ગુજરાત
News of Monday, 19th November 2018

પલસાણામાં પોલીસે 12.65 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રક-બસ ઝડપી

પલસાણા: પોલીસે ગતરાત્રે ને.હા.નં.૪૮ પર સઘન ચેકિંગ શરૂ કરી બાતમી આધારે કરણ ગામની સીમમાંથી રૂા.૧૦.૭૭ લાખનાં વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે ચાલકને ઝડપી પાડી કારમાં પાયલોટિંગ કરનારને પણ પકડી લીધો હતો. ચાર શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા હતા. તેમજ બલેશ્વર ગામની સીમમાંથી રૂા.૮૮૨૪૦ના વિદેશી દારૂ સાથે લકઝરી બસ પકડી મુસાફરની ધરપકડ કરી છે.

સુરત રેંજમાં વિદેશી દારૂનાં મોટો જથ્થો ઝડપી પાડવામાં શરૂ થયેલી હરિફાઈમાં સ્ટેટ મોનીટરીંગ સેલની બે મોટી સફળતા બાદ શુક્રવારે પલસાણા ખાતે ને.હા.નં.૪૮ પરથી આર.આર.સેલની ટીમે રૂા.૧૦.૭૭ લાખનાં વિદેશી દારૂ ભરેલી ટ્રક પક્ડી પાડી હતી. દરમિયાન શુક્રવારે રાત્રે પલસાણા પીએસઆઈ એ.એમ.કામબીયા પોતાની ટીમ સાથે ને.હા.નં.૪૮ પર સઘન વાહન ચેકિંગ શરૂ કર્યું હતું. 
જેમાં બાતમી આધારે રાત્રે ૧ર વાગ્યે બલેશ્વર ગામની સીમમાં લકઝરી બસ (નં.જીજે.૩.બીટી.૮૦૩૩)ને અટકાવી ડીકીમાં ચેકીંગ કરતા પ્લાસ્ટીકનાં પાર્સલમાં વિદેશી દારૂની નાની મોટી ૧૪૧ બોટલ કિં.રૂા.૮૮૨૪૦નો જથ્થો મળી આવતા પોલીસે ડ્રાઈવરની પુછતાછ કરતા મુંબઈનાં દહીંસરથી બસમાં બેઠેલા મુસાફર દિલાવર સલીમભાઈ મકરાણી (ઉ.વ.૨૮, રહે.ઘાંચીવાડ, રાજકોટ)એ પાર્સલ મુકેલા હોવાનું જણાવતા પોેલીસે દિલાવર મકરાણીની ધરપકડ કરી તેની પાસેથી મોબાઈલ ફોન તેમજ રૂા.૧૫ લાખની લકઝરી બસ કબ્જે લઈ કુલ રૂા.૧૫,૮૯,૨૪૦નો મુદ્દામાલ કબ્જે કરી જમાદાર રતીલાલ નગીને ફરિયાદ નોંધાવી છે.

(5:10 pm IST)