ગાંધીનગર: બનાવટ કરી દુકાનોમાંથી ગઠિયો ટાયરો લઇ જતો રંગે હાથે ઝડપાયો
ગાંધીનગર: શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં છેતરપીંડીના ગુનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહયો છે ત્યારે ગાંધીનગર એલસીબીએ આવા આરોપીઓને પકડવા દોડધામ શરૂ કરી હતી ત્યારે શહેર તેમજ રાજયમાં ટાયરોની દુકાનમાં જઈ એલાઈમેન્ટ કંપનીની ઓળખ આપીને ટાયરો સેરવી જતાં ગઠીયાને ઝડપી પાડયો હતો અને તેની પાસેથી પ૮ હજારના દસ ટાયરો કબ્જે કર્યા છે.
ગાંધીનગર જિલ્લામાં બનતાં ગુનાઓ અટકાવવા તેમજ અગાઉ બનેલા ગુનાઓને શોધી કાઢવા માટે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા એલસીબીના ઈન્સ્પેકટર ટી.આર.ભટ્ટને સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત એલસીબીની વિવિધ ટીમો બાતમીદારોને સક્રીય કરી ગુનાઓ ઉકેલવા માટે દોડધામ કરી રહી હતી. જે દરમ્યાન હે.કો. હરીભાઈ ડુંગરભાઈને માહિતી મળી હતી કે એક સફેદ કલરની એસન્ટ ગાડી નં.જીજે-૧૮-બીડી-૮૨૭૯માં એક ઈસમ ટાયરો ભરીને ઉવારસદથી વાવોલ તરફ જઈ રહયો છે.