ગુજરાત
News of Monday, 19th November 2018

નાફેડ ખરીદીમાં જોડાવા તૈયારઃ સરકાર મગફળીમાંથી તેલ કાઢશે

સરકાર સાથેની બેઠકમાં સમાધાનઃ કેન્દ્ર-ગોડાઉન વચ્ચેનું અંતર ઘટાડાશેઃ ખેડૂતોને અઠવાડિયામાં નાણા ચૂકવવાનો વાયદો : રોજ ૧૦ હજારથી વધુ ખેડૂતોને મગફળી વેચવા બોલાવાશેઃ નાફેડ -પુરવઠા નિગમ વચ્ચે એમ.ઓ.યુ.થશે

રાજકોટ તા. ૧૯ : રાજય સરકારે ૧પ નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરીછે. જેમાં કેન્દ્રની એજન્સી તરીકે નાફેડની ભૂમિકા મહત્વની રહેછે. પરંતુ નાફેડે ખરીદીમાં રસ જ ન લેતા સરકારની મુશ્કેલી વધી હતી રાજય સરકારે નાફેડના અધિકારીઓને બોલાવ્યા છે આજે નાફેડના એમ.ડી.સંજીવ ચઢ્ઢા તથા મુખ્ય સચિવ જે.એમ.સિંઘ સહિતના અધિકારીઓ વચ્ચે નિર્ણાયક બેઠક યોજાયેલ છે.  જેમાં સમાધાનનો સૂર નીકળ્યો છે. નાફેડ મગફળી ખરીદવા પ્રક્રિયામાં જોડાવા તૈયા ર છ.ે

આજે અધિકારી કક્ષાની બેઠક બાદ નાફેડ અને રાજય સરકાર વચ્ચે સમાધાનનો તખ્તો તૈયાર થઇ ગયો છે. તે મુજબ નાફેડ કેન્દ્ર સરકારની એજન્સી મુજબ અને નાગરિક પુરવઠા નિગમ રાજય  સરકારની એજન્સી  મુજબ કામગીરી કરશે.  મગફળી ખરીદ કેન્દ્રની નજીક પ૦ કી.મી.ની મર્યાદામાં ગોડાઉન રાખવાના રહેશે સરકાર મગફળી ખરીદે તેમાંથી તેલ કઢાવશે તે તેલ મધ્યાહ્ન ભોજનમાં વપરાશે તેમજ સસ્તા અનાજની દુકાનોથી પરથી વિતરણ કરવામાં આવશે મગફળી ખરીદ કેન્દ્ર પર નાફેડના પ્રતિનિધિ પણ હાજર રહેશે.

નાફેડ અને રાજય સરકાર વચ્ચે સુમેળ થઇ જતા હવે મગફળી ખરીદીની પ્રક્રિયામાં વેગ આવશે આવતીકાલથી દરરોજ રાજયમાં ૧૦૮૦૦ જેટલા ખેડૂતો પાસેથી મગફળી ખરીદવાની તૈયારી છે.

(3:11 pm IST)