ગુજરાત
News of Tuesday, 19th October 2021

અમદાવાદ સિવિલ હોસ્‍પિટલના ડો. ચિરાગ ચૌધરીનો પીજી હોસ્‍ટેલમાં આપઘાતનો પ્રયાસઃ ગંભીર હાલતમાં સારવારમાં: કારણ અંગે તપાસનો ધમધમાટ

ગઇકાલે રાત્રે બબાલ થયા બાદ આપઘાતનો પ્રયાસ કર્યો

અમદાવાદ: અમદાવાદના સિવિલ હોસ્પિટલના સિનિયર તબીબએ આપધાતના પ્રયાસ કર્યાનો મામલો સામે આવ્યો છે. સિવિલ હોસ્પિટલના કિડની વિભાગના એડી સુપરિટેન્ડેન્ટ ડો. રજનીશ પટેલએ જણવ્યું હતું કે સિનિયર ડોક્ટર ચિરાગ ચૌધરીએ પીજી હોસ્ટેલમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આત્મહતના પ્રયાસ કરનાર તબીબને ઇમરજન્સીમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.

હાલ આપઘાતનો પ્રયાસ કરનાર તબીબ ક્રિટીકલ સ્થિતિમાં છે તેમની સારવાર ચાલી રહી છે. હજુ આપઘાતના પ્રયાસનું કારણ અકબંધ છે. સિવિલના સ્ટાફનું માનવું કે અનુમાન છે પ્રેમ પ્રકરણમાં આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. મૂળ સાપુતારાના રહેવાસી ચિરાગ ચૌધરી હોવાનું સામે આવ્યું છે. ડો. ચિરાગ ચૌધરી સિનિયર રેસિડેન્ટ તબીબ છે હોસ્ટેલમાં ગઈ રાત્રે સમગ્ર રાત દરમિયાન બબાલ ચાલી હતી.

પ્રેમ પ્રકરણમાં અંતે તબીબે આ પગલું ભર્યું હોવાનું અનુમાન સેવાય રહ્યું છે. ત્યારે વધુમાં કિડની વિભાગના ડાયરેક્ટર ડો.વિનીત મિશ્રાનું જણાવ્યું હતું કે આપઘાતનો પ્રયાસ કરનાર તબીબ ડો.ચિરાગ ચૌધરી એનેસથેસિયા વિભાગમાં ફરજ બજાવે છે. ડો. ચિરાગ ચૌધરી કિડની હોસ્પિટલમાં અભ્યાસ કરતા હતા. ત્યારબાદ છેલ્લા ત્રણ મહિનાથી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે.

તબીબને બચાવવા માટે કિડની હોસ્પિટલ દ્વારા પૂરા પ્રયત્નો કરવામાં આવી રહયા છે. તબીબ બહુ સારા હતા તેમને કેમ આવું પગલું ભર્યું તે સમજાતું નથી ત્યારે આ સમગ્ર પ્રકરણ મામલે શાહીબાગ પોલીસે પણ તપાસ શરુ કરી છે.

(4:31 pm IST)