ગુજરાત
News of Saturday, 19th October 2019

ગ્રામસભા એ ગામના વિકાસનું હાર્દ છે : એમ.વાય. દક્ષિણી

રાજકોટ, તા. ૧૯ :. મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય. દક્ષિણીના અધ્યક્ષ સ્થાને જોટાણા તાલુકાના મોયણ ગામે ગ્રામસભા યોજાઈ હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય. દક્ષિણીએ જણાવ્યુ હતુ કે જિલ્લામાં વિકાસના વિવિધ કામો થઈ રહ્યા છે. ત્રિસ્તરીય પંચાયત માળખામાં ગામોનો સમતોલ વિકાસ થઈ રહ્યો છે. ગ્રામસભા એ ગામના વિકાસનું હાર્દ છે.

આ પ્રસંગે ગ્રામજનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સહિત ઉપસ્થિત અધિકારીઓનું સ્વાગત સન્માન કરવામાં આવ્યુ હતું. ગ્રામસભામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી એમ.કે. રાઠોડ સહિતના અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(3:28 pm IST)