ગુજરાત
News of Saturday, 19th October 2019

કમલેશ તિવારી હત્યાકાંડઃ બિજનૌરથી મૌલાના હક અને સુરતથી ત્રણની ધરપકડ

મુખ્યમંત્રી યોગી મળવા નહીં આવે તો હું આત્મદાહ કરી લઈશઃ કમલેશની પત્નિ

લખનૌ, તા.૧૯: લખનૌનાં ખુર્શીદ બાગમાં રહેતા હિન્દુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશની શુક્રવારે બપોરે તેમના ઘરે આવેલા બે યુવકોએ ચાકુથી ગળુ કાપી નાખીને હત્યા કરી નાખી હતી. આ મામલામાં ઉત્તર પ્રદેશ પોલીસે બિજનૌરથી મૌલાના અનવારુલ હકની ધરપકડ કરી છે. તેમજ સુરતથી પણ ત્રણ સંદિગ્ધોની ધરપકડ કરવામાં આવી છે. હકે વર્ષ ૨૦૧૬માં કમલેશનું માથું વાઢી નાખનારને ૫૧ લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી.

કમલેશની પત્નિ કિરણની ફરિયાદ પર પોલીસે મૌલાના વિરુદ્ઘ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. કમલેશના પરિવારજનો દુૅંખની સાથે ગુસ્સામાં પણ છે. પરિવારે સ્પષ્ટ કહી દીધું છે કે જયાં સુધી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમની સાથે મુલાકાત નહીં કરે ત્યાં સુધી તેઓ કમલેશના અંતિમ સંસ્કાર નહીં કરે. તેમજ કિરણે ચેતવણી આપતા કહ્યું છે કે જો યોગી તેમને મળવા નહીં આવે તો પોતે આત્મદાહ કરી લેશે

ઉત્તર પ્રદેશ પોલીસે ગુજરાત એટીએસના પણ સંપર્કમાં છે. ભગવાધારી બે યુવકોએ હિન્દુવાદી નેતા કમલેશ તિવારીની ગળું કાપીને હત્યા કરી નાખી હતી. ઉત્ત્।રપ્રદેશની કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઉઠાવતી આ દ્યટનામાં હિન્દુવાદી નેતા કમલેશ તિવારીની ધોળા દિવસે હત્યા કરાઈ હતી. લોહીલુહાણ તિવારીને ટ્રોમા સેન્ટર લઈ જવાયા હતા જયાં ડોકટરોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા.

પોલીસ રિપોર્ટમાં એવું જણાવાયું છે કે મીઠાઈના ડબ્બામાં હત્યારા ચાકુ અને રિવોલ્વર લઈને આવ્યા હતા. હુમલાખોરોએ કમલેશ તિવારી પર ચાકુથી ૧૫દ્મક વધુ વાર કર્યા હતા. આરોપીઓના સીસીટીવી ફૂટેજ મળ્યા છે. આ અંગેની જાણકારી અનુસાક, ભગવા વસ્ત્રો પહેરીને આવેલા બે બદમાશો હાથમાં મીઠાઈનો ડબ્બો લઈને કમલેશ તિવારીને મળવા આવ્યા હતા. વાતચીત કરતા તેમની સાથે ચા પણ પીધી હતી. તેના પછી મીઠાઈના બોકસમાં છૂપાવીને લાવેલા રિવોલ્વર અને ચાકુ કાઢીને તિવારી પર હુમલો કર્યો હતો. તિવારીને ગળા પર ચાકુથી ૧૫ ઘા માર્યા છી તેમને ગોળી મારીને તેઓ નાસી ગયા હતા.

આ હત્યાકાંડથી તિવારીના સમર્થકોએ ખુર્શીદ બાગ કોલોનીમાં દેખાવો શરૂ કર્યા હતા. મોટી સંખ્યામાં પોલીસકર્મીઓને તૈનાત કરાયા છે. એસએસપી કલાનિધિ નૈથાનીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે એવું લાગે છે કે જૂની અદાવતમાં આ દ્યટના બની છે. ઘટનાસ્થળે એક ખાલી કારતૂસ મળી છે. જેની તપાસ કરાઈ રહી છે. એક સમયે મોહમ્મદ પૈગમ્બર સાહેબ અંગે ટિપ્પણી કરવાના લીધે કમલેશ તિવારી પર રાસુકા પણ લાગ્યો છે. એ સમયે એક મુસ્લિમ સંગઠને તિવારીનું માથું કાપવાનો ફતવો પણ જારી કર્યો હતો. બિજનૌરના ઉલેમા અનવારુલ હક અને મુફ્તી નઈમ કાસમી પર આ ફતવો જારી કરવાનો આરોપ લાગ્યો હતો.

(3:26 pm IST)