ગુજરાત
News of Saturday, 19th October 2019

અમે તો ગુજરાતી! મંદીમાં પણ ફરવા તો જવાનું, ૮૦% થી વધુ ટુર પેકેજનું એડવાન્સ બુકીંગ

જમ્મુ કાશ્મિરની હોટલમાં ૫૦ ટકા જેટલુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છેઃ તો સાથે સાથે વિમાનના ભાડા પણ સસ્તા છે, અને જમ્મુ કાશ્મિરનો ૭ દિવસનો પ્રવાસ ૪૦ ટકા સસ્તો પડી રહ્યો છે

અમદાવાદ, તા.૧૯: તમામ સેકટરમાં મંદી છે. જેની સીધી અસર ટુરિઝમ પર જોવા મળી રહી છે. દિવાળી વેકેશનમાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ૧૫ ટકા ઓછા પેકેજો બુક થયા છે. તેમ છતા પણ લોકોએ પોતાના બજેટ પર કાપ મુકીને ટુર પેકેજનું એડવાન્સ બુકીંગ કરાવ્યુ છે. એટલે ગુજરાતીઓ તો મંદીના માહોલ વચ્ચે પણ ફરવાતો જવાના જ છે. વેકેશનની મજા લેવા માટે લોકોએ એડવાન્સ પ્લાન કરી લીધો છે. ગુજરાતમાંથી લોકોની જમ્મુ કાશ્મિર ફરવા જવા માટેની પણ ઈનકવારી શરુ થઈ છે. તો કેટલાક લોકોએ જમ્મુ કાશ્મિર ફરવા જવા માટે ટુર પેકેજ બુક કરાવી લીધા છે.ક્ષર ટ્રાવેલર્સના માલિક મનિષભાઈ શર્માએ જણાવ્યું હતું કે, ૩૭૦ હટાવ્યા બાદ જમ્મુ કાશ્મિરનું ટુરિઝમ બંધ હતુ, હવે પ્રતિબંધ હટાવી દિધો છે, અને ટેલીફોન લાઈન પણ શરુ થઈ ગઈ છે. જમ્મુ કાશ્મિરની હોટલમાં ૫૦ ટકા જેટલુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તો સાથે સાથે વિમાનના ભાડા પણ સસ્તા છે, અને જમ્મુ કાશ્મિરનો ૭ દિવસનો પ્રવાસ ૪૦ ટકા સસ્તો પડી રહ્યો છે. જેને કારણે ગુજરાતીઓ મોટી સંખ્યામાં જમ્મુ કાશ્મિર દિવાળીના વેકેશનમાં જઈ રહ્યા છે.ગુજરાતમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી હોટફેવરીટ બન્યુ છે. જે લોકો ગુજરાત બહાર નથી જવાના તે લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જવા માટે બુક કરાવ્યુ છે, અને ભારત બહાર ફરવા જવા માટેના માટે દુબઈ, બેંગકોક, સિંગાપુર મલેશીયા, શ્રીલંકા હોટફેવરીટ છે. કારણ કે, ઈન્ટરનેશનલ ટુર પેકેજ ૬૦ હજારમાં તૈયાર થઈ રહ્યા છે.

તો દિવાળીને લઈ દક્ષિણ ભારતના સ્થળો તરફ પણ લોકો ફરવા જઈ રહ્યા છે. ચાલુ વર્ષે મંદી છે, પરંતુ લોકો પોતાના બજેટ પર કાપ મુકીને પણ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છે. જમ્મુ-કાશ્મિરના જતી ફલાઈટના ભાડા સસ્તા છે. પરંતુ જેમે જેમ તહેવાર નજીક આવશે તેમ તેમ ફલાઈટના ભાડમાં નોંધપાત્ર વધારો થતો હોય છે. જેને લઈ લોકો એડવાન્સ બુકીંગ કરાવી રહ્યા છે.

(10:03 am IST)