ગુજરાત
News of Friday, 19th October 2018

વડોદરાના અટલાદરામાં મહિલાના ગળામાંથી સોનાના દોરાની લૂંટ ચલાવનાર ત્રણના અદાલતે રિમાન્ડ મંજુર કર્યા

વડોદરા:અટલાદરા ભાથીજી મંદિર પાસે ભીમતળાવ નજીકથી પસાર થતી મહિલાના ગળામાંથી સોનાનો અછોડો લૂંટી લેનાર ત્રણ આરોપીઓને જે.પી.રોડ પોલીસે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે અટલાદરા સંતોષનગર વુડાના મકાનમાં રહેતા સુમિત્રાબેન ચૌહાણ ગત ૧૫મી તારીખે બપોરે બાર વાગ્યે અક્ષરચોક અર્થ કોમ્પલેક્ષ પુત્રની દુકાનેથી ઘરે જતા હતા. તે સમયે બાઈક પર આવેલા આરોપીઓએ મહિલાને જણાવ્યું હતું કે અમારા અમદાવાદ જવુ છે. અમે કંઈ ખાધુ  નથી અમારી પાસે પૈસા નથી દરમિયાન બીજા આરોપીએ મહિલાના ગળામાંથી સોનાનો અછોડો તોડી લીધો હતો. અને આરોપીઓ ભાગી છૂટયા હતા.

(5:04 pm IST)