ગુજરાત
News of Friday, 19th October 2018

અમદાવાદના ચાંદખેડાની પરિણીતાને ઉત્તરપ્રદેશ લઇ જઈ મોતને ઘાટ ઉતારનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ:ચાંદખેડામાં રહેતી એક પરણિતાને ઊત્તરપ્રદેશ લઈ જઈને તેની હત્યા કરવાનો આરોપ તેના સાસરીયા સામે મુકવામાં આવ્યો છે. પરણિતાના પેટમાં રહેલો ગર્ભ પોતાનો ન હોવાનું કહીને પતિ તથા અન્ય સાસરીયા ત્રાસ આપતા હોવાની ફરિયાદને આધારે ચાંદખેડા પોલીસે તપાસ હાથ ધરી છે.

પત્નીના પેટમાં રહેલો ગર્ભ પોતાનો ન હોવાનું કહી પતિ અને સાસરીયા ત્રાસ આપતા હતા : ચાંદખેડા પોલીસે તપાસ આદરી

આ બનાવની વિગત મુજબ મુળ ઊત્તરપ્રદેશના વતની અને ચાંદખેડામાં રહેતા લાલસિંગ દિવાકર (૫૪)ની પુત્રી ટીના (૨૫) ના લગ્ન ૨૦૧૩માં ચાંદખેડામાં ઘંટાકર્ણ સોસાયટીમાં રહેતા શંકર માથુર સાથે થયા હતા. શંકર મુળ ઊત્તરપ્રદેશના ફરૃકાબાદનો રહેવાસી છે. જેમાં તેમને ૩ વર્ષની મિષ્ટી નામની પુત્રી છે.

 લગ્નના થોડા વર્ષ બાદ ટીનાને તેના સાસરીયા ઘરકામ જેવી નાની નાની બાબતે પરેશાન કરવા લાગ્યા હતા. તે સિવાય ટીના તેના માતાપિતાને ફરિયાદ કરતી હતી કે તેના સસરા જયસિંગ તેની પર ખરાબ દાનત રાખે છે અને પોતાના પેટમાં રહેલું બાળક પોતાનું નથી, એમ કહીને પતિ શંકા કરે છે.

 દરમિયાન ટીના તેની પુત્રી, પતિ અને સસરા સાથે ઊત્તરપ્રદેશ વતનમાં જઈ રહ્યા હતા. ૩ ઓગષ્ટ ૨૦૧૮ નાં રોજ ટ્રેનમાં સસરા જયસિંગે જોયું તો ટીના દેખાઈ નહતી.  આ અંગે તેમણે બે દિવસ બાદ ટીનાના પિતાને જાણ કરી હતી.

(4:59 pm IST)