ગુજરાત
News of Friday, 19th October 2018

સરદાર વલ્લભભાઈ પટેલ ના એકતા અને અખંડિતતા ના સંદેશ ગામે ગામ પહોંચાડવા બારડોલી થી એકતા યાત્રા રથને પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

ગાંધીનગર ::મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પૂર્વે સરદાર સાહેબનો એકતા અખંડડીતતાના સંદેશને ગામે ગામ જન જન સુધી પહોંચાડવા ઐતિહાસિક નગરી બારડોલીને આંગણેથી એકતા યાત્રા રથને પ્રસ્થાન કરાવ્યું હતું.

આ એકતા યાત્રા પ્રથમ તબક્કામાં રાજ્યના 5 હજાર ગામોમાં એકતાનો સંદેશ ફેલાવશે. મુખ્યમંત્રીશ્રી આ યાત્રાના પ્રસ્થાન પહેલા બારડોલીના સ્વરાજ આશ્રમ પહોંચ્યા હતા અને સરદાર સાહેબને આદરાંજલી અર્પણ કરી હતી.

આ આ તકે મુખ્યમંત્રી શ્રી   વિજયભાઈ રૂપાણી  જણાવ્યુ હતું કે દેશની એકતા માટે સરદાર સાહેબની  કુનેહ અને પ્રતિબદ્ધતાને કારણે જ આજે દેશ એક અને અખંડ છે. જો સરદાર સાહેબ ના હોત તો દેશ નો નકશો જ અલગ હોત.સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી 182 મીટર ની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ સરદાર જ્યંતી 31 October ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે તે દિવસ રાષ્ટ્રના ઇતિહાસમાં મહત્વનો અને ઐતિહાસિક બનશે.

(1:00 pm IST)