ગુજરાત
News of Thursday, 18th October 2018

રાતે રૂપાલમાં નિકળી વરદાયિની માતાની પલ્લી: 4 લાખ કિલો ઘીનો કારાયો અભિષેક

માતાની પલ્લીનાં દર્શન કરવા માટે 12 લાખથી વધુ લોકો આવ્યા

 

ગાંધીનગરઃ ગાંધીનગર નજીક આવેલા રૂપાલ ગામે રાત્રે માતાની પલ્લીનો પ્રારંભ થયો છે આશરે સાડા પાંચ હજાર વર્ષથી યાત્રા નિકળે છે અને આખી રાત ગામમાં ફર્યા બાદ સવારે નિજમંદીરે પહોંચે છે.

રૂપાલની વરદાયિની માતાની પલ્લીનાં દર્શન કરવા માટે 12 લાખથી વધુ લોકો આવ્યા હતા. પલ્લી 10 ફૂટ ઊંચી અને 7.5 ફૂટ પહોળી હોય છે. માતાની પલ્લી મંદિરમાંથી નીકળીને ગામના 27 ચકલામાંથી પસાર થઈ હતી અને દરેક ચકલામાં પલ્લી પર ઘી રેડવામાં આવ્યું હતું. જેના કારણે ગામમાં ઘીની નદીઓ વહેવા લાગી હતી

ગામમાં આવેલ માતાના સ્થાનકને રોશનીથી સજાવાયું હતું. નવરાત્રિના પહેલા દિવસે ઘટ સ્થાપનાની સાથે માતાના જવેરા વાવવામાં આવ્યા હતા. જેના બાદ નોમના દિવસે રાત્રે પલ્લી નીકળી હતી. ઉનાવાના ઠાકોર સમાજના લોકો પલ્લીને પ્રસ્થાન કરાવે છે. ગામના દરેક ચોકમાં એટલી મોટી સંખ્યામાં માનવમહેરામણ ઉમટે છે કે, જોઈને ઘડીક બીક લાગે, પરંતુ આજ દિન સુધી પલ્લીમાં કોઈ અનિચ્છીનીય બનાવ બન્યો નથી.   

 

(12:47 am IST)