ગુજરાત
News of Tuesday, 19th September 2023

નર્મદા નદીમાં પૂરના પાણી ઓસરવા લાગતા નર્મદા મૈયા બ્રિજ પુન: શરૂ કરવામાં આવેલ છે: કલેકટરશ્રી ભરૂચની જાહેરાત: નર્મદા નદીનું ગોલ્ડન બ્રિજ પરનું લેવલ ઘણું ઘટવા લાગ્યું

નર્મદા મૈયા બ્રિજ પાણી ભરાવવાના કારણે ગઈકાલે બંધ કરાયો હતો. હાલ નર્મદા નદીમાં પુર ના પાણી ઓસરતાં નર્મદા મૈયા બ્રિજ પુન: શરૂ  કરવામાં આવે છે: કલેકટરશ્રી ભરૂચની જાહેરાત * આ પહેલા ભરૂચ અંકલેશ્વર વચ્ચે ટ્રાવેલ કરતા નાગરિકોએ NH-48નો ઉપયોગ કરવા જણાવાયુ હતું. હવે નર્મદા મૈયા બ્રિજ ખોલી નાખવામાં આવ્યો છે.

સરદાર સરોવરથી કાલથી જ પાણી છોડવાનું ઘટાડવામાં આવેલ છે. જેના પરિણામે હાલ નર્મદા નદીનું ગોલ્ડન બ્રિજ પરનું લેવલ ૪૧ ફૂટમાંથી ઘટીને ૩૪ ફૂટ થયું છે. હજી પણ પાણીની આવક ઘટવાની છે અને અત્યારે મોડી રાત સુધીમાં ભરૂચ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાંથી પાણી ઓસરવા લાગશે. અફવાથી સાવધાન રહેવું 

(11:00 pm IST)