ગુજરાત
News of Sunday, 19th September 2021

મહેસૂલ અને કાયદામંત્રીએ રાજેન્દ્ર ત્રિવેદીએ ચાર્જ સાંભળતા જ એક્શનમાં આવ્યા :ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહીની ચીમકી

ખાતાકીય કાર્યવાહી કરી હક પત્રકની નોંધ બાબતે પણ કાળજી લેવામાં આવશે

અમદાવાદ : મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સ્વર્ણિમ સંકુલ-1માં બીજા માળે 1 નંબરની ચેમ્બર ફાળવાઈ છે ત્યારે આજે સત્તાવાર રીતે ચાર્જ સંભાળતાની સાથે તેઓ એક્શનમાં આવ્યા છે મહેસૂલ અને કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કોઈ પણ ગેરરીતિ નહીં ચલાવી લેવાય તેવો સંકેત પણ આપી દીધો છે.

 નવી સરકારમાં વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મહત્વનું ખાતું સોંપવામાં આવ્યું છે તેમજ રાજેન્દ્રિ ત્રિવેદી ઘણો રાજકીય અનુભવ પણ ધરાવે છે સાથે તેમને મહેસૂલ અને કાયદામંત્રી પણ બનાવાયા છે ત્યારે આજે ચાર્જ સંભાળતા જ રાજેન્દ્ર ત્રિવેદીએ ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી કરવાનો સંદેશ આપી દીધો છે

આજે ચાર્જ સંભાળતા જ મહેસૂલમંત્રી અને કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પત્રકાર પરિષદને પણ સંબોધી હતી તેમણે રાજ્યના લોકોની સુખાકારી માટે વિભાગો કામ કરતા હોય છે કહેતા કાયદો નાગરિકોને સરળતાથી પ્રાપ્ત થાય તેમજ લોકોને સરળતાથી ન્યાય મળે તે અમારી પ્રાથમિકતા છે જણાવ્યું છે સાથે જ ગુનેગારોને રાજ્ય છોડવા મજબૂર કરનારા કાયદાઓ લાવવામા આવશે અને જમીનના વેચાણ બાદ નોંધની પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે તેવું જણાવ્યું છે.

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે આવગાન દિવસોમાં જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કૉન્ફ્રરન્સ યોજવામાં આવશે તેમજ હકપત્રકમાં અધિકારી દ્વારા નોંધ લેવામાં નહિ આવી હોય તો ખાતાકીય કાર્યવાહી કરી હક પત્રકની નોંધ બાબતે પણ કાળજી લેવામાં આવશે તેમ જણાવ્યું છે. વધુમાં મહેસૂમ વિભાગમાં ભ્રષ્ટાચાર તેમજ બિન ખેતી લાયક જમીનમાં અનેકપ્રશ્નો ઉભા થયા છે તે મામલે રાજેન્દ્ર ત્રિવેદીએ નિકાલ કરવા પર ભાર મુક્યો હતો

(5:29 pm IST)