ગુજરાત
News of Sunday, 19th September 2021

અમદાવાદ ખાતે સારવાર લઇ રહેલા પૂર્વ મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલના સ્વાસ્થ્યના સમાચાર જાણવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ રૂબરૂ મુલાકાત લીધી

સારવાર અંગે તબીબો પાસેથી માહિતી મેળવી

અમદાવાદ : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર ભાઈ  પટેલે અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં સારવાર લઈ રહેલા ભારતીય જનતા પાર્ટી ના વરિષ્ઠ અગ્રણી અને પૂર્વ મહેસૂલ મંત્રી શ્રી કૌશિક ભાઈ પટેલ ના સ્વાસ્થ્ય ના ખબર અંતર પૂછવા તેમની  પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી.

મુખ્યમંત્રીશ્રી એ શ્રી કૌશિક ભાઈ પટેલ ની સારવાર કરી રહેલા તબીબો સાથે પણ વાતચીત કરી હતી અને વિગતો જાણી હતી.

શ્રી કૌશિક ભાઈ પટેલ ત્વરાએ સ્વસ્થ થઈ જાય તેવી શુભેચ્છાઓ પણ મુખ્યમંત્રીશ્રી એ પાઠવી  હતી.

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપસિંહ પરમાર પણ આ વેળાએ મુખ્ય મંત્રીશ્રી સાથે ઉપસ્થિત રહ્યા હતા.

(3:32 pm IST)