રાજપીપળા આશાપુરી માતાના મંદિરે પીએમ મોદી તથા વિહાર મોદીના જન્મ દિવસની કેક કાપી ઉજવણી કારાઈ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આશાપુરી નિવાસી તેમજ હાલ ઓસ્ટ્રેલિયા સ્થિત વિહાર મોદી નો પણ જન્મ દિવસ હોય મોદી પરિવાર દ્વારા કાર્યક્રમ રખાયો: આશાપુરી યુવક મંડળ દ્વારા મહાઆરતી સાથે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું જેમાં ભાજપ જિલ્લા પ્રમુખ ઘનસ્યમભાઈ પટેલ ખાસ હાજર રહ્યા હતા
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : તા.17 મીએ પીએમ મોદીજીની વર્ષગાંઠ આખા દેશમાં લોકોએ ઉત્સાહ પૂર્વક મનાવી, અનેક કાર્યક્રમો થયા ત્યારે રાજપીપળા આશાપુરી માતાના મંદિરે એક મહાઆરતીનું આયોજન આશાપુરી યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં ખાસ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઘનસ્યમભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાંમાં મહાઆરતી સાથે પીએમ મોદીજી ની વર્ષગાંઠ અને આશાપુરી સ્થિત જનકભાઈ મોદીના સુપુત્ર વિહાર મોદી કે જેઓ ઘણા વર્ષોથી ઓસ્ટ્રેલિયા સ્થિત છે તેમની પણ આજ દિવસે વર્ષગાંઠ હોવાથી બે અલગ અલગ કેક કાપી ઉજવણી કરાઈ હતી.
ઘનસ્યમભાઈ પટેલે આ પ્રસંગે પીએમ અને વિહાર મોદીને વર્ષગાંઠ ની શુભેચ્છાઓ આપ્યા બાદ સ્થાનિક યુવાન અને ઓસ્ટ્રેલિયા માં પોતાની શાખ જમાવી વિદેશમાં પણ વ્યવસાય ક્ષેત્રે ડંકો વગાડનાર વિહાર મોદીને હજુ વધુ પ્રગતિ કરે અને જિલ્લાનું નામ વિદેશમાં વધુને વધુ રોશન કરે તેવા આશીર્વાદ આપ્યા હતા.