એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીઃ શંકર ચૌધરી ફરી મેદાને
રાજકોટ તા. ૧૯ :.. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આવેલી એશિયાની સૌથી મોટી વિશ્વ પ્રસિધ્ધ બનાસ ડેરીના સંચાલક મંડળની ૧૬ બેઠકો માટે ચૂંટણી અધિકારીએ ચૂંટણી કાર્યક્રમ જાહેર કરતા ઉતર ગુજરાતના સહકારી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વર્તમાન ચેરમેન અને રાજયના પૂર્વ આરોગ્ય મંત્રીશ્રી શંકર ચૌધરી ફરી ચૂંટણીના મેદાનમાં આવ્યા છે. તેમની સામે કોઇ પેનલ ઉતારે છે કે કેમ ? તે ટૂંક સમયમાં સ્પષ્ટ થઇ જશે.
બનાસ ડેરીની સ્થાપના પછી પ્રથમ પ વર્ષમાં વાર્ષિક પ હજાર કરોડનું ટર્ન ઓવર હતું. શ્રી શંકર ચૌધરીના વડપણમાં છેલ્લા પ વર્ષમાં ટર્ન ઓવર ૧ર હજાર કરોડે પહોંચ્યું છે. દૂધ ઉત્પાદકોને સૌથી વધુ ભાવ આપવાનો વિક્રમ છે. શ્રી ચૌધરી પોતે રાધનપુર બેઠક પરથી ચૂંટણી લડશે. તા. રર થી ર૯ સપ્ટેમ્બર ફોર્મ ભરવાની મુદત છે. ૩૦ મીએ ચકાસણી થશે. મતદાન માટે તા. ૧૯ ઓકટોબર જાહેર થયેલ છે. મત ગણતરી બીજા દિવસે તા. ર૦ મીએ થશે. સંભવિત હરીફો અંગે અટકળો ચાલી રહી છે.