ગુજરાત
News of Thursday, 19th September 2019

સુરતના મોટા વરાછામાં એન્જીનીયરીંગની વિદ્યાર્થિનીના બીભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી નરાધમે જુદી-જુદી જગ્યાએ લઇ જઈ દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરના મોટા વરાછા વિસ્તારમાં રહેતી એન્જીનીયરીંગની વિદ્યાર્થીનીને વેલંજા ખાતે લઇ જઇ નગ્ન ફોટા પાડી વાઇરલ કરવાની ધમકી આપી અલગ-અલગ ઠેકાણે લઇ જઇ છેલ્લા ચાર વર્ષથી પાશવી બળાત્કાર ગુજારનાર નરાધમ વિરૂધ્ધ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મોટા વરાછા વિસ્તારમાં રહેતી એન્જીનીયરીંગની વિદ્યાર્થીની પાયલ (નામ બદલ્યું છે) ધોરણ 10 માં અભ્યાસ કરતી હતી ત્યારે તેની ફ્રેન્ડ પ્રિયલ (નામ બદલ્યું છે) ના બોયફ્રેન્ડના મિત્ર પ્રદીપ નાડા અને મધુભાઇ બાઉચંદ પદમાણી (રહે. ક્રિષ્ણા ટાઉનશીપ, મોટા વરાછા) સાથે પરિચય થયો હતો. પ્રદીપ નાડા પાયલને વારંવાર ફોન કરીને હેરાન કરતો હતો. જેથી પાયલે પ્રદીપ ફોન કરી કનડગત નહિ કરે તે માટે મધુભાઇને કહ્યું હતું.

(5:46 pm IST)