ગુજરાત
News of Thursday, 19th September 2019

અમદાવાદ આરટીઓ કચેરીએ ડોક્યુમેન્ટ મેળવવા લાંબી લાઈનો લાગી :વહેલી સવારથી લોકો કતારમાં જોડાયા : સુવિધાનો અભાવ

રાજ્યની મોટાભાગની આરટીઓ કચેરીએ ડોક્યુમેન્ટ મેળવવા લાંબી કતારો લાગી

અમદાવાદ : રાજ્ય સરકારે નવા ટ્રાફિક નિયમ લાગુ કર્યાના ત્રીજા દિવસે રાહતનો મલમ લગાવતા મુદ્દત વધારી દીધી. જોકે રાજ્યની મોટાભાગની આરટીઓ કચેરીએ ડોક્યુમેન્ટ મેળવવા લાંબી કતારો લાગી છે. અમદાવાદની સુભાષબ્રિજ પાસે આવેલી આરટીઓમાં પણ વહેલી સવારથી લાંબી કતારો જોવા મળી રહી છે.

જ્યાંથી જ વાહન ચાલકોએ વાહન અને ડ્રાઈવિંગને લગતા મહત્વના દસ્તાવેજ મેળવવાના હોય છે. ત્યાં અપૂરતી સુવિધાઓ હોવાનો લોકોનો આક્ષેપ છે. અને આથી જ આ ડોક્યુમેન્ટ જલ્દી મળે તે માટે લોકો ભૂખ્યા-તરસ્યા જ આરટીઓ કચેરી બહાર લાંબી લાઈનો લગાવીને ઉભા જોવા મળે છે.

(12:16 pm IST)