ગુજરાત
News of Wednesday, 19th September 2018

નલિયાકાંડ મામલે રચાયેલા કમિશને કર્યુ 40 લાખનું પાણી:રિપોર્ટ હજુ સોંપ્યો નથી

અમદાવાદ :આજે ગાંધીનગર ખાતે વિધાનસભાના ચોમાસુ સત્રોનો બીજો દિવસ છે. ત્યારે આજના સત્ર દરમિયાન અનેક બિલો પાસ થયા હતા. ખાસ કરીને ગૃહમાં નલિયાકાંડનો મુદ્દો ચર્ચામાં રહ્યો હતો.

 ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે વિધાનસભામાં નલિયાકાંડ વિશે પ્રશ્ન કરતા જણાવાયુ કે, અત્યાર સુધી કમિશન પાછળ 40,72,980 રૂપિયાનો ખર્ચ થયો છે. પરંતુ હજુ રિપોર્ટ સોંપાયો નથી.

(9:55 pm IST)