ગુજરાત
News of Wednesday, 19th September 2018

સુરતના ભેસ્તાન ફાયર સ્ટેશનના ફાયર ટ્રેનરની ટ્રેન નીચે પડતુ મૂકી આત્મહત્યા

સુરત :આજે સવારે સુરતના ભેસ્તાર ફાયર સ્ટેશનના ટ્રેનરે પાંડેસરા-ડિંડોલી રેલ વે ટ્રેક પર ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ ફાયર ટ્રેનર મૂળ પોરબંદરનો રહેવાસી હતો. આત્મહત્યા કરનાર યુવકની સુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં મૃતકે પોતાની મરજીથી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યુ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

 

(6:09 pm IST)