ગુજરાત
News of Wednesday, 19th September 2018

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા જમીન સંપાદન સામે વિરોધઃ ૧૦૦૦ ખેડૂતો દ્વારા હાઇકોર્ટમાં અેફિડેવિજ્ઞ ફાઇલઃ ગુજરાત સરકારના જમીન સંપાદનના અધિકારને પડકારવામાં આવ્યો

અમદાવાદઃ મંગળવારના રોજ 1000 જેટલા ખેડૂતોએ ગુજરાત હાઈકોર્ટમાં એફિડેવિટ ફાઈલ કરીને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા કરવામાં આવતા જમીન સંપાદન સામે વિરોધ વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે તે પોતાની જમીન આપવા માટે તૈયાર નથી.

મુંબઈ અને અમદાવાદ વચ્ચે શરુ થનારી બુલેટ ટ્રેનના રુટ પર જે ખેડૂતોની જમીન આવે છે, તેમણે એફિડેવિટ ફાઈલ કરીને દક્ષિણ ગુજરાતના પાંચ જમીન માલિકોએ કરેલી પિટિશનને સમર્થન આપ્યુ હતં. આ પિટિશનમાં ગુજરાત સરકારના જમીન સંપાદનના અધિકારને પડકારવામાં આવ્યો છે.

આ 1000 ખેડૂતોએ એફિડેવિટમાં જણાવ્યું છે કે, હું મારી જમીન આપવા નથી ઈચ્છતો અને બુલેટટ્રેન પ્રોજેક્ટ પણ અમને સ્વીકાર્ય નથી. ખેડૂતોનો દાવો છે કે જમીન સંપાદનની પ્રક્રિયામાં કાયદાનું પાલન કરવામાં નથી આવીરહ્યું અને જાપાન બેન્કની ગાઈડલાઈન્સની પણ અવગણના કરવામાં આવી રહી છે, જેમાં સામાજિય અને પર્યાવરણની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ છે.

ખેડૂતોના એડવોકેટ આનંદ યાજ્ઞિકે જણાવ્યું કે, 1000 ખેડૂતોએ જાપાન સરકારને લેટર લખ્યો છે અને એમ્બેસેડર અને અંગત સલાહકારની માંગ કરી છે. તેમણે JICAમાં પણ વિરોધ નોંધાવ્યો અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ફાઈનાન્સ અટકાવી દેવાની વિનંતી કરી છે. ઉલ્લેખનીય છે કે ચીફ જસ્ટિસે કેન્દ્રને અલ્ટીમેટમ આપ્યું છે કે 26મી સપ્ટેમ્બર સુધી ખેડૂતોની પિટિશનનો જવાબ આપવામાં આવે.

(5:28 pm IST)