ગુજરાત
News of Wednesday, 19th September 2018

ગાંધીનગર નજીક ઓનલાઇન રેતીની હરાજીની આવકમાં વધારો થયો હોવાનું જાણવામાં આવ્યું

ગાંધીનગર: જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ માણસા અને ગાંધીનગર તાલુકાના એક એમ સાદી રેતીના સાત બ્લોકની ઓનલાઈન હરાજી કરવામાં આવી હતી જેમાં ૧૪.૬૯ કરોડની આવક થવા પામી હતી.
 આ અંગે જિલ્લા કલેકટર એસ.કે.લાંગાએ જણાવ્યું હતું કે ગાંધીનગર જિલ્લામાં એપ્રિલ-૧૮થી ઓગસ્ટ ૧૮ દરમ્યાન ગેરકાયદેસર ખનીજ વહન અને સંગ્રહના કુલ ૧૪૬ જેટલા કેસો કરીને ૧.૮૭ કરોડની વસુલાત કરવામાં આવી છે. જિલ્લામાં આ ઈ-ઓકશનથી ગેરકાયદે માઈનીંગનું દુષણ દુર થશે અને જિલ્લામાં એપ્રિલ-૧૮થી ઓગસ્ટ-૧૮ કુલ ૧૮.૫ કરોડની આવક થઈ છે. 
હાલમાં પણ આ ઈ-ઓકશનની રોયલ્ટી મુજબ ૭.૬૮ કરોડ મળવાપાત્ર હતા પરંતુ ઉંચી બોલીના કારણે ૧૪.૬૯ કરોડ મળતાં સરકારને સાત કરોડની વધુ આવક થવા પામી છે. આગામી બે મહિનામાં દહેગામ તાલુકાના ત્રણ બ્લોકની ઓનલાઈન હરાજી કરાશે જેને ત્રીજા અને ચોથા તબક્કામાં ૭૦ હેકટરમાં સર્વેની પ્રક્રિયા પૂર્ણ કરીને ર૦થી રપ બ્લોકની ઈ-હરાજી કરવામાં આવનાર છે.

(4:53 pm IST)