ગુજરાત
News of Wednesday, 19th September 2018

ખંભોળજ પોલીસે સારસાની સીમમાંથી 4.70 લાખનો દારૂ બિયરનો જથ્થો ઝડપ્યો

ખંભોળજ:પોલીસે સારસા સીમ વિસ્તારમાં આવેલા ગજરાના કુવા પાછળની ખંડેર જેવી ઓરડીમાંથી ૪.૭૦ લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. જો કે વિદેશી દારૂ ઉતારનાર બે બુટલેગરો ફરાર થઈ જવામા સફળ રહ્યા હતા. આ અંગે ખંભોળજ પોલીસ મથકે પ્રોહીબીશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ેઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે રાત્રીના સુમારે ખંભોળજ પોલીસને હકિકત મળી હતી કે, સારસા સીમ ગજરાના કુવા પાછળ આવેલી ખંડેર જેવી ઓરડીમાં વિદેશી દારૂના બુટલેગર અરવિંદ ઉર્ફે ભુરીયો ડાહ્યાભાઈ ઠાકોર તથા ડીંગો ઠાકોરે મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો છે. જેથી પોલીસે છાપો મારતાં બન્ને શખ્સો પોલીસને જોઈને અંધારામાં ફરાર થઈ ગયા હતા. પોલીસે ઓરડીમાં તપાસ કરતાં વિદેશી દારૂની ૯૮ પેટી કે જેની કિંમત ૪,૭૦,૪૦૦ રૂપિયા જેટલી થવા જાય છે તે મળી આવતા જપ્ત કરીને ફરાર થઈ ગયેલા બન્ને શખ્સોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. 

(4:52 pm IST)