ગુજરાત
News of Wednesday, 19th September 2018

ગૌવંશ હેરાફેરીના ૧૦ અને ગૌમાંસ હેરાફેરીના પ ગુન્હા

ગાંધીનગર, તા., ૧૯: અમદાવાદ જિલ્લામાં ગૌવંશ-ગૌમાંસની હેરાફેરીના ગુના અંગે પુછવામાં આવેલ પ્રશ્નના ઉતરમાં રાજય ગૃહમંત્રીએ જણાવ્યું હતું.ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-ર૦૧૭ અમલમાં આવ્યા બાદ તા.૩૧-૮-૧૮ની સ્થિતિએ ગૌવંશ હેરાફેરીના ૧૦ ગુના બન્યા છે અને ગૌમાંસ હેરાફેરીના પ ગુન્હા નોંધાયા છે.આ ગુનાઓમાં ૯૪૩૦ કિ. ગૌમાંસનો જથ્થો પકડવામાં આવ્યો તથા ૧પ૭ ગૌવંશને બચાવવામાં આવ્યા. આ ગુનાઓમાં ૬૧ આરોપીઓને પકડવામાં આવ્યા તથા ૧૯ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.

(2:43 pm IST)