ગુજરાત
News of Wednesday, 19th September 2018

અમદાવાદના થલતેજ વિસ્તારમાં 160 કરોડમાં વેંચાયો એક પ્લોટ

અગ્રણીએ 13,000 સ્કવેર યાર્ડનો પ્લોટ ખરીદ્યાનાં હેવાલ

 

અમદાવાદ :હાલ રિયલ એસ્ટેટમાં ભારે મંદી હોવા છતા અમદાવાદમાં જમીન લે-વેચના અબજોના સોદા પાર પડી રહ્યા છે.અને રિયલ એસ્ટેટ માર્કેટમાં કરંટ જોવા મળ્યો છે અમદવાદના થલતેજ વિસ્તારમાં મંગળવારે એક રિયલ એસ્ટેટ અગ્રણી ખેલાડીએ 13,000 સ્ક્વેર યાર્ડનો પ્લોટ  160 કરોડમાં ખરીદી લીધો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદમાં છેલ્લા 4 મહિનામાં 3000 કરોડની જમીનનોના સોદા થયા છે.   

(12:53 pm IST)