ગુજરાત
News of Wednesday, 19th September 2018

મેઘરાજાની વિદાયના એંધાણઃ ગુજરાતમાં ૨૬% વરસાદની ઘટ

સોૈથી વધુ દક્ષિણ ગુજરાતમાં સિઝનનો ૯૫ ટકા જ્જ સોૈથી ઓછો કચ્‍છમાં માત્ર ૨૬ ટકા જ્જ મોટાભાગના જળાશયો ખાલી રહયા

વાપી તા.૧૯: ભાદરવા માસના બીજા પખવાડીયા દરમ્‍યાન રાજયમાં સરેરાશ ૨૬ ટકા જેટલા વરસાદની ઘટ સાથે મેઘરાજા જાણે વિદાય લેવાના મુડમાં હોય તેમ જણાતા સોૈ કોઇ ચિંતામાં મુકાયું છે.

ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજયના માત્ર પાંચ તાલુકામાં ૩ મી.મી.થી લઇ માત્ર ૧૯ મી.મી. સુધીનો જ વરસાદ નોંધાયો છે.

મોટાભાગે છેલ્લા ૧૦-૧૫ દિવસથી મેઘરાજા આવ મુડમાં જ જણાય રહયા છે, જેને પગલે ચોમાસાની વિદાય થઇ રહી હોવાનું સોૈ કોઇ માની રહયા છે. આજે ૧૯મી સપ્‍ટેમ્‍બર સવારના ૮ વાગ્‍યા સુધીના આંકડા અનુસાર રાજયમાં સિઝનનો સરેરાશ કુલ વરસાદ ૭૪.૦૪ ટકા જેટલો જ વરસાદ નોંધાયો છે.

રાજયમાં આ વર્ષે કચ્‍છ વિસ્‍તારમાં અત્‍યાર સુધીમાં માત્ર ૨૬.૫૧ ટકા જેટલો તો ઉ. ગુજરાત પંથકમાં ૪૨.૯૪ ટકા જેટલો અને ત્‍યારબાદ સોૈરાષ્‍ટ્ર પંથકમાં ૭૨.૫૨ ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે.

રાજયમાં સોૈથી વધુ-દ.ગુજરાત પંથકમાં ૯૪.૯૮ ટકા જેટલો વરસાદ નોંધાયો છે. અહીં પણ જોવા જઇએ તો નર્મદા જિલ્લામાં માત્ર ૬૬ ટકા, તાપી જિલ્લામાં ૮૬ ટકા અને સુરત જિલ્લામાં સરેરાશ ૯૧ ટકા જેટલો જ વરસાદ નોંધાયો છે.

જયારે રાજયના મોટાભાગના જળાશયોની સ્‍થિતિ પણ ચિંતાજનક જણાઇ રહી છે. પાકની વાતતો કેટ કેટલાય વિસ્‍તારોમાં તો પીવાના પાણીની પણ સમસ્‍યા સર્જાશે તેવી ભિતી પણ સેવાઇ રહી છે.

હવે જોઇએ મેઘરાજા હજુ કેટલું હેત વરસાવે છે. કે પછી વિદાય લેશે...?

(11:38 am IST)