ગુજરાત
News of Wednesday, 19th September 2018

છોટાઉદેપુરના સાતેક તાલુકાના 1800 ખેડૂતોના શેરડીના 12 કરોડ ચૂકવવા દાયકાથી બાકી:ગાંધી જયંતિએ બોડેલીમાં પ્રતીક ઉપવાસ

 છોટાઉદેપુર:સરદાર સુગર ફેક્ટરીમાં સન  2007 -2008થી વિસ્તારના સાતેક તાલુકાના અઢારસો જેટલા ખેડૂતોએ આપેલી તેમની શેરડીના લગભગ ૧૨ કરોડ જેટલા નાણાં ચૂકવવાના  બાકી રહી ગયાં જે આજે  દસ દસ વર્ષ  પૂર્ણ થવા છતાં પણ બાકી હોય ખેડૂતોની બનેલી  ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા આગામી ગાંધી જયંતીના દિવસે બોડેલી પ્રાંત કચેરી, સેવાસદન સામે એક દિવસના પ્રતિક ઉપવાસ કરવાનો નિર્ણય કરી 10 ઓક્ટોબર સુધી કોઈ નિરાકરણ આવે તો ફરીથી છોટાઉદેપુર કલેકટરને આવેદનપત્ર આપી ઉગ્ર આંદોલન કરવાનો ઠરાવ પસાર કર્યો હતો 

(12:29 am IST)