ગુજરાત
News of Wednesday, 19th September 2018

સુરતમાં મનપાની કથિત કનડગત અને દબાણ હટાવ કામગીરીના વિરોધમાં લારી -ગલ્લાંવાળોની વિશાળ રેલી

વૈકલ્પિક વ્યવસ્થા ફાળવવા માંગણી : મ્યુનિ,કમિશનરને આપ્યું આવેદનપત્ર

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાતી કથિત કનડગત અને દબાણ હટાવવાની કામગીરીના વિરોધમાં લારી-ગલ્લા વાળાઓ સહિત ફેરિયાઓએ વિશાલ રેલી કાઢી હતી સુરતના ચોક બજાર વિસ્તારથી નીકળેલી રેલીમાં હજારોની સંખ્યામાં ફેરિયા, લારીવાળાઓ જોડાયા હતા

 દબાણ હટાવવા પહેલા સુપ્રીમ અને હાઇકોર્ટની ગાઈડલાઈન પ્રમાણે વૈક્લિપ વ્યવસ્થા ફાળવવામાં આવે તેવી માંગ કરી છે. રેલી સુરત કોર્પોરેશન પહોંચી મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપવામાં આવશે. 

(7:48 pm IST)