ગુજરાત
News of Monday, 19th August 2019

અમદાવાદમાં રાજ્યભરના નર્સિંગ કર્મચારીઓની વિશાળ રેલી

વિવિધ માંગોને લઈને 'યુનાઇટેડ નર્સિંસ ફોરમ' સાથે સંકળાયેલા1500 જેટલા કર્મીઓ હોર્ડિંગ સાથે જોડાયા

અમદાવાદ ;અમદાવાદમાં રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાંથી  એકઠા થયેલા 'યુનાઇટેડ નર્સિંસ ફોરમ' સાથે સંકળાયેલા નર્સિંગના કર્મચારીઓ દ્વારા વિશાળ રેલી યોજાઈ હતી અંદાજે 1500 જેટલા કર્મચારીઓ વિવિધ પ્રકારની માંગો દર્શાવતા હોર્ડિંગ્સ સાથે લગભગ બે કિમી લાંબી રેલી કાઢીને અમદાવાદ કલેક્ટરને પોતાની માગો અંગે રજૂઆત કરી હતી સાથે જ આવેદન પત્ર આપીને પડતર માગોનું ઝડપથી નિરાકરણ લાવવા વિનંતી કરી હતી.
  અત્રે લ્લેખનીય છે કે, નર્સિંગના કર્મીઓ છેલ્લા 1 મહિનાથી દર ગુરુવારે પ્રતીક ઉપવાસ કરી રહ્યા હતા. પરંતુ સરકાર પર તેની કોઈ અસરનાં થતા હવે આખરે રેલી સ્વરૂપે અસંતોષ દર્શાવીને પોતાની માગો સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.

(11:53 pm IST)