ગુજરાત
News of Monday, 19th August 2019

નિકોલમાં પાણીની ટાંકી દુર્ઘટના મામલે ભુપતાણી એસોસિયેટના માલિક સહીત ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ

માલિક રમેશચંદ્ર ભૂપતાણી, સાઇટ ઇન્ચાર્જ પિયૂષ કતારીયા તેમજ લેબર કોન્ટ્રાટકટર પ્રફુલ પાંખરીયા સામે ગુન્હો દાખલ

 

અમદાવાદના નિકોલમાં નિર્માણાધીન પાણીની ટાંકી તૂટતા દુર્ઘટના ઘટી હતી. મામલે ભુપતાણી એસોસિયેટના માલિક સહીત  ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાય છે.

  અમદાવાદના નિકોલમાં એસપી રિંગ રોડ નજીક મ્યુનિસિપલ પંપિગ સ્ટેશનની કન્સ્ટ્રકશન સાઈટ પર અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીનો સ્લેબ ધરાસાયી થયો હતો. ઘટનામાં દબાયેલા 6 લોકોને ફાયર વિભાગે બહાર કાઢીને તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટના જ્યારે છત ભરાઇ રહી હતી ત્યારે બની હતી.છત ધરાશાયી થતા ફાયર વિભાગ અને 108 તેમજ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.અને તાત્કાલીક બચાવની કામગીરી હાથ ધરી હતી.

   ઘટના બાદ કામકાજ જેને સોંપાયુ છે તે ભૂપતાણી એસોસિએટના માલિક રમેશચંદ્ર ભૂપતાણી, સાઇટ ઇન્ચાર્જ પિયૂષ કતારીયા તેમજ લેબર કોન્ટ્રાટકટર પ્રફુલ પાંખરીયા સામે કલમ 336, 337 અને 338 મુજબ બેદરકારી બદલ ગુનો દાખલ કરાયો છે.

(11:00 pm IST)