ગુજરાત
News of Monday, 19th August 2019

અમદાવાદ નિકોલની પાણીના ટાંકીના કોન્ટ્રાક્ટરને 27 નોટિસ અપાઈ છતાં બ્લેકલિસ્ટ ના કરાયો :વિપક્ષ નેતા

એએમસી પોલ છૂપાવવાના પ્રયાસો કરી રહી હોવાનો પણ આરોપ લગાવ્યો

અમદાવાદના નિકોલમાં પંપિંગ સ્ટેશનના નવનિર્માણ ટાંકીનો સ્ટેબ ધરાશાયી થતા 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે. વિપક્ષ નેતા દિનેશ શર્માએ તંત્ર ઉપર ગંભીર આરોપ લગાવ્યા હતા. કોન્ટ્રાક્ટરને 27 નોટિસ અપાઇ હોવા છતાં તેને બ્લેકલિસ્ટ ન કરાયાનો આરોપ તેમણે લગાવ્યો હતો.

    વિપક્ષ નેતા દિનેશ શર્માએ જણાવ્યું હતું કે, નિકોલ પંપિંગ સ્ટેશનના નિર્માણ કરનાર કોન્ટ્રાક્ટરને 27 નોટિસો આપવામાં આવી હતી. જોકે, તંત્રએ આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કર્યો ન હતો. કોન્ટ્રાક્ટરે દોઢ વર્ષમાં કામ પૂર્ણ કરીને આપવાની સમય મર્યાદા હતા. અને 23 કરોડનો કોન્ટ્રાક કોન્ટ્રાક્ટર ભુપતાની એસો.ને અપાયો હતો
    તેમણે આક્ષેપ કર્યો હતો કે, સત્તાધીશો અને અધિકારીઓએ કોન્ટ્રાક્ટરનો બચાવ કર્યો હતો. કોંગ્રેસ દ્વારા કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવાની માંગ કરવામાં આવી છે. એએમસી પોલ છૂપાવવાના પ્રયાસો કરી રહી હોવાનો પણ આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત એએમસી પાણી ટાંકી મુદ્દે ચોક્કસ નીતિ બનાવે તેવી પણ માંગ કરી હતી

(9:01 pm IST)