ગુજરાત
News of Monday, 19th August 2019

મહેસાણામાં ઘરફોડ ચોરીના ગુનાહમાં વધારો: છેલ્લા એક અઠવાડિયામાં 6 ઘરોને નિશાન બનાવી લાખોની મતાની ઉઠાંતરી કરવામાં આવી

મહેસાણા:કડી શહેર થોડા સમયથી ગુનેગારોનુ એપિસેન્ટર બનતું જાય છે. કડીમાં છેલ્લા એક અઠવાડીયામાં અધધ કહી શકાય એટલી છ ઘરોમાં હાથ ફેરો કરતા લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠયા છે. શહેરના કરણનગર રોડ ઉપરના ત્રણ મકાનમાં તેમજ નાનીકડી વિસ્તારના ત્રણ મકાનમાં છેલ્લા એક અઠવાડીયામાં જ તસ્કરોએ લાખો રૃપિયાની કરી પોલીસને પડકાર ફેંક્યો છે.

કડી નગરપાલિકાના કારોબારી ચેરમેન વિષ્ણુ પટેલના મોટાભાઈ ભરત પટેલ પોતાના સગાસંબંધીને મળવા છેલ્લા એક મહિનાથી અમેરિકા ગયેલા હોવાથી તસ્કરોએ આ તકનો લાભ ઉઠાવી કરણનગર રોડ ઉપર આવેલા મહાલક્ષ્મી સોસાયટીના મકાનમાંથી રોકડ રકમ તેમજ સોના-ચાંદીના ઘરેણાં અને મૂર્તિઓ સહિત આશરે ૧.૮૦ લાખ રૃપિયાની ચોરી કરી જતા લોકોમાં સોંપો પડી ગયો હતો. સત્તાધારી પક્ષના નેતાના ભાઈના ઘેર જ ચોરી થતા સામાન્ય લોકોનું શું થશે એવું લોકમુખે ચર્ચા જોવા મળી રહી હતી.

(5:44 pm IST)