ગુજરાત
News of Monday, 19th August 2019

વડોદરા જિલ્લા પોલીસે જન્માષ્ટમીનો જુગાર રમતા 30 શકુનિઓની રંગે હાથે ધરપકડ કરી

વડોદરા: શહેરમાં જન્માષ્ટમી નજીક આવતા વડોદરા જિલ્લામાં જુગાર રમવાની મોસમ ખીલી ઉઠી છે. જિલ્લાના સાવલી તાલુકામાં આવેલ કુલપાડ ગામે પાંચ જુગારીઓને ભાદરવા પોલીસે ધરપકડ કરી હતી જ્યારે મહી કાંઠે આવેલા લાછનપુરા ગામે 13 આરોપીની ધરપકડ કરાઈ છે. 

આ ઉપરાંત વાઘોડિયા તાલુકાના રણછોડપુરા ગામે પ્રાથમિક શાળાના ઓટલા પર પાંચ જુગારીઓ તેમજ વડોદરા નજીક હેતમપુરા ગામે ભાથીજી મંદિરના ઓટલા પર જુગાર રમતા સાત વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે ચાર સ્થળે જુગાર ધામ પર દરોડો પાડી કુલ 30 વ્યક્તિને ઝડપી પાડયા છે.

(5:42 pm IST)