ગુજરાત
News of Monday, 19th August 2019

ધાનેરાના ઠેરવાડા ગામે બસ ઉભી ના રખાતાં છાત્રોએ મચાવ્યો હોબાળો: એસટી તંત્રએ મામલો થાળે પાડ્યો

ધાનેરા તાલુકામાં બસના રૂટ ઓછા કરી દેવાતા વિદ્યાર્થીઓ મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે અવાર નવાર ધાનેરા તાલુકામાં ગામડાઓમાંથી જોખમી મુસાફરી કરી વિદ્યાર્થીઓ શાળાએ પોહચતા હોવાના વીડિયો સામે આવી ચુક્યા છે, ત્યારે ફરી એકવાર આજે વિદ્યાર્થીઓ એ બસના ઉભી રખાતા હોબાળો મચાવ્યો હતો ધાનેરાના ઠેરવાડા ગામે બસ સ્ટોપ પર બસ ઉભી ના રખાતાં વિદ્યાર્થીઓ રોષે ભરાયાં હતા અને બસ રોકી હોબાળો મચાવ્યો હતો જોકે હોબળાં બાદ એસટી તંત્રના અધિકારીઓ સાથે વાટાઘાટા બાદ હોબાળો શાંત થયો હતો.

(1:19 pm IST)