ગુજરાત
News of Monday, 19th August 2019

ઓનલાઇન ટ્રેડિંગના બહાને છેતરપીંડી કરતી ગેંગનો પર્દાફાશ : સુરતના બે આરોપીઓ ઝડપાયા :મુખ્ય ભેજાબાજની શોધખોળ

ટ્રેડિંગના સોફ્ટવેરનું ડેમો વર્ઝન આપતા અને લોકો પાસેથી રૂપિયા પડાવતા

ફોટો online
અમદાવાદ :ઓનલાઇન ટ્રેડિંગના નામે ઠગાઈ કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. આ ગેંગ ફોરેક્ષ ટ્રેડિંગમાં ઓટો ટ્રેડિંગના સોફ્ટવેરમાં ફ્રી ઍક્સેસ આપી એકાઉન્ટમાં નાણા જમા કરાવી ગ્રાહકોને છેતરતી હોવાનું કૌભાંડ સામે આવ્યું હતું.

અમદાવાદ સાયબર ક્રાઈમેં બે આરોપીઓને ઝડપી લીધા છે આરોપીઓ તો જયેશ વાઘેલા અને કિરીટ કારેલીયા આ બંને શખ્સો સુરતમાં રહે છે. અને ઇન્ટન્ટરનેટના માધ્યમથી મેસેજ મોકલતા હતા. કે ફોરેક્ષ ઓટો ટ્રેડિંગ યુઝ કરો અને દર મહિને 30થી 45 હજાર રૂપિયા કમાવો હતો.આ પ્રકારની લાલચમાં જે વ્યક્તિ ફસાય તેને પહેલાતો ઓનલાઇન રૂપિયાની માયાજાળમાં ફસાવતા અને બાદમાં તેની પાસે ઓછામાં ઓછા 1 લાખ રૂપિયા બેંકમાં ભરાવતા હતા. જો વ્યક્તિ રૂપિયા ભરે તો જ ઓનલાઇન ટ્રેડિંગ માટેની લિંક અને આઈડી પાસવર્ડ આપવામાં આવતો હતો. પરંતુ ઓનલાઇન ટ્રેડિંગની ગેમમાં પણ એક રહસ્ય હતું. જે ગ્રાહકો સમજી શકતા ન હતા. અને આરોપીઓનો શિકાર બની જતા હતા.

ઝડપાયેલ બંને આરોપી જે પણ વ્યક્તિ પાસે રૂપિયા ભરાવતા અને આઈડી પાસવર્ડ આપતા હતા. તે માત્ર એક અઠવાડિયા સુધી જ ચાલતું અને બાદ માં બંધ થઈ જતું. એટલે કે આરોપીઓ ટ્રેડિંગના સોફ્ટવેરનું ડેમો વર્ઝન આપતા અને લોકો પાસેથી રૂપિયા પડાવતા હતા. જેમ જેમ ભોગ બનનારા લોકો વધતા ગયા તેમ તેમ આરોપીઓના ઠગાઈના કિસ્સાઓની હક્કીક્ત પોલીસ સુધી પહોંચવા લાગી હતી. જેમાં અમદાવાદ સાયબર ક્રાઇમે ફરિયાદના આધારે ઠગાઈને અંજામ આપતી આ ટોળકીને ઝડપી પાડી હતી.

 

તપાસમાં જયેશ અને કિરીટ સહિત મુખ્ય ભેજાબાજ શખ્સ વિવેક યાદવને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ઓનલાઇન ફોરેક્ષ ટ્રેડિંગની લોભામણી જાહેરાત માટે મેસેજ કરવાનો ડેટા ખરીદતા હતા. ત્યારબાદ શરૂ થતું હતું. આ આરોપીઓનું ફિસિંગ ષડયંત્ર સાયબર ક્રાઇમે આ ફોરેક્ષ ટ્રેડિંગના કૌભાંડનો પર્દાફાશ કરી ગુજરાતની ઠગ બાજ ટોળકીને ઝડપી પાડી છે. અને મુખ્ય આરોપીને શોધવા ટિમને મુંબઇ રવાના કરી હતી.

 

હાલતો અમદાવાદ સાયબર ક્રાઇમે ફોરેક્ષ ટ્રેડિંગના નામે ઠગાઈ કરતી ગુજરાતની આ ગેંગને ઝડપી લીધી છે. પરંતુ આવી અનેક ટોળકીઓ હજુ પણ સક્રિય છે. જે પડદા પાછળ રહીને લોકોને શિકાર બનાવી રહી છે. આ કિસ્સો એવા લોકો માટે લાલબત્તી સમાન છે જે ઓનલાઇન શેર ટ્રેડિંગની લોભામણી જાહેરાતોમાં ફસાઈ જતા હોય છે. આવા તમામ લોકોએ આ ટોળકી ની હકીકત ને જાણ્યા ઓનલાઇન ટ્રેડિંગ અને કોઈ પણ વ્યવહાર કરતા પહેલા સાવચેતી રાખવી જોઈએ.

(9:42 pm IST)