ગુજરાત
News of Sunday, 19th August 2018

સુરતમાં પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયાની ત્રણ વર્ષ ગુન્હામાં ધરપકડ: પાટીદારોમાં ભારે રોષ:સરથાણામાં BRTS રૂટ પર ત્રણ બસના કાચ તોડ્યા :તંગદિલી

સુરતમાં પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયાની ત્રણ વર્ષગુન્હામાં ધરપકડ કરતા પાટીદારોમાં ભારે રોષ ફેલાયો છે સુરતના સીમાડાના સરથાણામાં BRTS રૂટ પર ત્રણ બસના કાચ તોડ્યા હતા બસને નુકશાનના પગલે પોલીસ કાફલો દોડી ગયો છે

  આ અંગે મળતી વિગત મુજબ રાજદ્રોહના કેસમાં ફરાર અલ્પેશ કથિરીયાની ક્રાઇમબ્રાંચે ધરપકડ કરી છે. આજે ઉપવાસ દરમિયાન અલ્પેશ કથિરીયા ક્રાઇમબ્રાંચના હાથે લાગી જતા ક્રાઇમબ્રાંચે તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.તો અલ્પેશ કથિરીયા વોન્ટેડ હોવાથી તેના જામીન રદ્દ કરાયા છે.

(10:06 pm IST)