ગુજરાત
News of Monday, 19th July 2021

વડોદરા:આજવા ચોકડી નજીક રોડ પર ઉભેલ જે.સી.બી. પાછળ રીક્ષા ધડાકાભેર ઘુસી જતા ચાલક સહીત બે ના મોત

વડોદરા: શહેર  નજીકના રતનપુર ગામમાં રહેતા અમિત કેશુભાઇ  મકવાણાએ પોલીસને જણાવ્યું  હતું ે કે,ગઇકાલે બપોરે દોઢ વાગ્યે મારા  સાઢુભાઇ પરેશ ઉર્ફે અધિકભાઇ લાભશંકર ભટ્ટ (રહે.મહાદેવ ફળિયુ, રામોલ ગામ, તા.જિ.આણંદ)તેમના પત્નીને તેડવા માટે વડોદરા આવવાના  હોઈ, મેં તેમને ફોન કરીને જણાવ્યું હતું  કે,તમે મારા નાનાભાઇ કમલેશ મકવાણા કે જમને અમદાવાદની ં સિવિલ હોસ્પિટલમાંથીે  રજા આપી દીધી  છે  તેમને લઇને અમારા ઘરે આવજો.જેથી,મારા સાઢુભાઇ પરેશભાઇ તેમની રિક્ષામાં મારા નાના ભાઇ કમલેશ,મોટાભાઇ જીજ્ઞોશભાઇ તથા તેમના મિત્ર પાર્થ સોનીને લઇને  અમદાવાદથી વડોદરા આવવા માટે નીકળ્યા હતા.સાંજે સાડા સાત વાગ્યે મારા સાઢુભાઇ દુમાડ ચોકડી હતા.ત્યારબાદ રાતે સવા આઠ વાગ્યે મેં ફરીથી ફોન કરતા કોઇ અજાણ્યા વ્યક્તિએ ફોન લીધો હતો.અને જણાવ્યંુ  હતું  કે,તમારા સાઢુભાઇની રિક્ષાને હાઇવે  પર જગદીશ ફરસાણ પાસે આજવા ચોકડી નજીક અકસ્માત થયો છે.અને તેઓને એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં લઇ ગયા છે.જેથી,હું સયાજી હોસ્પિટલમાં ગયો હતો.ત્યારે મને જાણ થઇ હતી કે,મારા સાઢુભાઇની રિક્ષા  હાઇવે  પર રોડની બાજુમાં  પાર્ક કરેલા જે.સી.બી.મશીન ની સાથે અથડાઇ જતા તેમને  તથા મારા નાના ભાઇ કમલેશને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેઓના મોત થયા હતા.જ્યારે રિક્ષામાં બેઠેલા મારા મોટાભાઈ જીજ્ઞોશભાઈ તથા પાર્થને પણ ઇજા થતા તેઓ સારવાર માટે દાખલ છે.અને તેઓ     બન્ને બેભાન છે.

(5:49 pm IST)