News of Monday, 19th July 2021
દક્ષિણ ગુજરાતમાં હજુ ચાર દિવસ ભારે વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર્ર સહિતના રાજ્યના અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શકયતા
અમદાવાદ : હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ચાર દિવસ માટે દક્ષિણ ગુજરાતમાં ડાંગ નવસારી વલસાડ દમણ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. તે સિવાયના સૌરાષ્ટ્ર્ર સહિતના રાજ્યના અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શકયતા દર્શાવવામાં આવી છે.
(10:59 am IST)