ગુજરાત
News of Friday, 19th July 2019

સરદાર સરોવર યોજના માટે ર૦૦૦ કરોડની ગ્રાન્ટની સરકારમાં દરખાસ્ત

ર૦૧૮-૧૯ના વર્ષમાં કેન્દ્રએ રૂ.૧૩૯૪.૩૩ કરોડ ફાળવ્યા : નીતીન પટેલ

(અશ્વિન વ્યાસ) ગાંધીનગર તા.૧૯  : સરદાર સરોવર યોજના માટે ગ્રાન્ટની કરવામાં આવેલ માંગણી અંગે કોંગ્રેસના નિરંજન પટેલના પ્રશ્નના ઉતરમાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ જણાવ્યું હતું કે તા.ઘ૧-પ-૧૯ની સ્થિતિ સરદાર સરોવર યોજના માટે વર્ષ ર૦૧૭-૧૮ અને ર૦૧૮-૧૯ દરમિયાન અનુક્રમે રૂ.ર૩રર.૩૯ કરોડ અને રૂ.ર૦૦૦.૪૧ કરોડની ગ્રાન્ટ માટે કેન્દ્ર સરકાર સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે.કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ર૦૧૭-૧૮માં રૂ.ર૧૦૦.૯૬ કરોડ અને ર૦૧૮-૧૯ના વર્ષ દરમિયાન ૧૩૯૪.૩૩ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

સરદાર સરોવર યોજના માટે ત્વરીત સિંચાઇ લાભ યોજના અનેહર ખેત કો પાની હેઠળ કેન્દ્રીય સહાય માટે કેન્દ્ર સરકાર સાથે કરાર થયેલ છે. નાણાકીય વર્ષ દરમિયાન અંદાજીત ખર્ચને અનુલક્ષીને કેન્દ્રીય સહાય  માટે દરખાત કરવામાં આવે છે. વર્ષ દરમિયાન બાકી રહેલ કેન્દ્રીય સહાય કરારમાં નકકી થયા મુજબ આગામી વર્ષમાં મળવાપાત્ર કોઇ રાજય સરકાર દ્વારા રજુઆત કરવાની રહેલી નથી.

(3:40 pm IST)