ગુજરાત
News of Thursday, 19th July 2018

યાત્રાધામ અંબાજીમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા :ધાનેરામાં ભારે પવન સાથે ગાજવીજ વરસાદ

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા. તેમજ અરવલ્લીના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.યાત્રાધામ અંબાજીમાં વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયા હતા. તો ધાનેરામાં પણ ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. અરવલ્લીના મોડાસા, ભિલોડા અને ધનસુરામાં તેમજ સાબરકાંઠાના પોશીનામાં પણ ધોધમાર વરસાદથી લોકોમાં આનંદની લાગણી છવાઇ હતી.

(11:00 pm IST)