ગુજરાત
News of Thursday, 19th July 2018

એમડી-એમએસ ૩૧ બ્રાંચમાં પ્રવેશના કટ ઓફ સ્કોર જાહેર

સુપર સ્પેશ્યાલિટી બ્રાંચનું પરિણામ જાહેર કરાયું : ટોપ બ્રાંચમાં રેડિયોલોજી, ગાયનેક અને ન્યુરોનો સમાવેશ

અમદાવાદ,તા. ૧૯ : નેશનલ બોર્ડ એકઝામિનેશન્સ દ્વારા ગત તા. ૬ જુલાઇના રોજ લેવાયેલી મેડિકલમાં પ્રવેશ માટેની સુપર સ્પેશિયાલિટી બ્રાન્ચની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવાયું છે. ડોકટર ઓફ મેડિસીન અને માસ્ટર ઓફ સર્જન (એમડી અને એમ.એસ. માટે નીટની પરીક્ષા લેવાઇ હતી. એમડી-એમએસની ૩૧ બ્રાંચમાં પ્રવેશ માટે નેશનલ બોર્ડ ઓફ એકઝામીનેશન્સ(એનબીએ) દ્વારા કટ ઓફ સ્કોર પણ જાહેર કરાયા છે. જે મુજબ, સુપર સ્પેશિયાલિટીની ૩૧ બ્રાન્ચમાં વિષય દીઠ ૩પ પર્સન્ટાઇલ રેન્ક નક્કી કરવામાં આવ્યો છે. તે પ્રમાણે દરેક વિષય દીઠ કેટલો સ્કોર વિદ્યાર્થીએ મેળવેલો હોવો જોઇએ તેની પ્રવેશ માટેની યાદી જાહેર કરાઇ છે.નેશનલ બોર્ડ ઓફ એકઝામિનેશન્સ (એનબીએ) દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ નીચે પ્રમાણે માર્ક નક્કી કરવામાં આવ્યા છે. કાર્ડિયાક એનેસ્થેસિયા- ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ એનેસ્થેસિયા એન્ડ ક્રિટિકલ કેર પીડિયાટ્રિક એન્ડ નિયોનેટલ એનેસ્થેસિયામાં રર૪, કાર્ડિયોલોજીમાં ૧૬૦, ક્લિનિકલ હિમેટોલોજીમાં ૧૧૮, ક્લિનિકલ ઇમ્યુનોલોજી એન્ડ રિહેમ્યુટોલોજીમાં ૧૯પ, ક્લિનિકલ ફોર્મેકોલોજીમાં ૧૪૮, ક્રિટિકલ કેર મેડિસીનમાં ૧૭૦, એન્ડોક્રાઇન સર્જરીમાં ર૧૦, એન્ડો ક્રાઇનોલોજીમાં ૧૯૦, ગેસ્ટ્રો એન્ટ્રોલોજીમાં ૧૪ર, ગેરિયાટ્રિક મેન્ટલ હેલ્થમાં ૧પ૩, ગાયનેકોલોજિકલ ઓન્કોલોજીમાં ર૭૦, હેન્ડ સર્જરીમાં ૧૬૮, હેડ એન્ડ નેક સર્જરીમાં ૧૮ર, હેપ્ટો પેનક્રિએટો બાયલરી સર્જરી સર્જિકલ ગેસ્ટ્રો એન્ટ્રોલોજી સર્જરીમાં ર૧પ, હેપ્ટોલોજીમાં ૧૯૦, ઇન્ફેક્ટિયસ ડિસીઝમાં ૧૪૦, મેડિકલ જિનેટિકસ ૧૬૩, મેડિકલ ઓન્કોલોજી ૧પર, નેફ્રોલોજી ૧૬૦, ન્યૂરો સર્જરી ૧પ૦, ન્યૂરોલોજી રર૭, ન્યૂરો રેડિયોલોજી ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી ર૭પ, ઓન્કો પેથોલોજી ૧૮પ, યુરોલોજી ૧૬પ, વાસ્કયુલર સર્જરી ૧૬પનો સ્કોર નક્કી કરવામાં આવ્યો છે.

(9:33 pm IST)